શિક્ષકોએ અંતરિયાળ ગામડાંના બાળકો ભણી શકે તે માટે જાત મહેનતે 11 જેટલા ટીવી સેન્ટર શરુ કર્યા

- Advertisement -
Share

પ્રાથમિક શાળાના શિક્ષકોએ જૂના ટીવી, ડીશ, રિસીવર એકઠા કરી શાળાના શિક્ષક ભૂપતભાઈએ જૂના ઉપકરણોને રીપેર કરી કામાવીરા ગામના અલગ અલગ ફળીયામાં 11 ટીવી સેટ લગાવી ટીવી સેન્ટર ઊભા કર્યા.

 

કોરોના મહામારી વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઈલ, ઈન્ટરનેટ કે ટીવીની અસુવિધાઓ વચ્ચે ગરબાડાની કામાવીરા પ્રા.શાળાના શિક્ષકોએ જાતમહેનતથી 11 ટીવી સેન્ટર ઊભા કરી બાળકોને શિક્ષણ આપી રહ્યા છે.

 

ગત વર્ષથી ચાલી રહેલા કોરોના મહામારી વચ્ચે શાળાઑ માં શિક્ષણ બંધ કરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યા. પરંતુ દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગરીબ બાળકો માટે ઓનલાઈન શિક્ષ્ણ મળવું મુશ્કેલ છે. આવા વિસ્તારોમાં શિક્ષણ પહોચડવું પડકારરૂપ કહી શકાય પરંતુ ગરબાડા તાલુકાનાં કામાવીરા પ્રાથમિક શાળાના શિક્ષકોએ ગરીબ બાળકોને શિક્ષણ આપવાનો દ્રઢ નિશ્ચય કરી ગામમાં અલગ અલગ ફળિયામાં 11 ટીવી સેન્ટર તૈયાર કરી તમામ બાળકોને શિક્ષણ આપવાની શરૂઆત કરી .

 

 

દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને મોટેભાગના પરિવારો ખેતી કે મજૂરી કામ ઉપર નિર્ભર રહેતા હોય છે અને આર્થિકભીંસના કારણે આધુનિક ઉપકરણો વાપરવાથી પણ વંચિત હોય છે. ત્યારે કોરોના મહામારીમાં ચાલી રહેલું ઓનલાઈન શિક્ષણ એક પડકારરૂપ કહી શકાય. ગામડાઓમાં મોબાઈલ, ઇન્ટરનેટ કે ટીવી જેવા ઉપકરણોનો અભાવ હોય છે ત્યારે કામાવીરા પ્રાથમિક શાળાના શિક્ષકોએ જૂના ટીવી, ડીશ, રિસીવર એકઠા કરી શાળાના શિક્ષક ભૂપત ભાઈ કે, જેઓ ટેકનિકલ અનુભવ ધરાવે છે, તેમણે જૂના ઉપકરણોને રીપેર કરી કામાવીરા ગામના અલગ અલગ ફળીયામાં 11 ટીવી સેટ લગાવી ટીવી સેન્ટર ઊભા કર્યા અને ત્યાં આસપાસના બાળકોને ટીવી ઉપર પ્રસારિત થતા શૈક્ષણીક કાર્યક્રમો મારફતે શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે.

 

દરેક કેન્દ્રની જવાબદારી અલગ અલગ શિક્ષકોને સોપવામાં આવી છે અને નિયમિત મોનિટરિંગ કરી બાળકોને માર્ગદર્શન પૂરું પાડી કોઈપણ બાળક શિક્ષણથી વંચિતના રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિપીકાનાં જણાવ્યાં પ્રમાણે, અમારા ઘરમાં મોબાઇલ કે ટીવી નથી. જેથી અમે ઓનલાઇન અભ્યાસ કરી નથી શકતા. ત્યારે અમારા શાળાનાં શિક્ષકો અમને ટીવીમાંથી અભ્યાસ કરાવે છે. જેથી અમારું શિક્ષણ બગડતું નથી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!