બનાસકાંઠાના ડીસામાં આજે સુરક્ષા દળમાં પસંદગી પામેલા જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ ડીસા દ્વારા પસંદગી પામેલા 70 સુરક્ષા દળના જવાનોને પુસ્તક આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા.
સામાન્ય રીતે ગુજરાતીઓ સીમા સુરક્ષા દળમાં ઓછા જોડાતા હોવાની એક માન્યતા છે પરંતુ આ બનાસકાંઠા યુવાનોએ આ માન્યતાને ખોટી ઠેરવી છે તાજેતરમાં જ સીમા સુરક્ષા દળની ભરતીમાં બનાસકાંઠાના ડીસા અને કાંકરેજ તાલુકાના 70 યુવાનો પસંદગી પામ્યા છે.
ત્યારે આજે ડીસા ખાતે લાયન્સ ક્લબ દ્વારા પસંદગી પામેલા 70 જવાનોનુ સન્માન કરવામાં આવ્યું હતું. ડીસાના નાયબ કલેક્ટર હિરેન પટેલ, કમાન્ડન્ટ વિનોદકુમાર, મામલતદાર એ.જે પારધી, મામલતદાર લાલજી મકવાણા, લાયન્સ ક્લબ પ્રમુખ હિતેશ શાહ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સીમા સુરક્ષા દળમાં પસંદગી પામેલા તમામ જવાનોને પુસ્તક આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા.
From – Banaskantha Update