ડીસાના માલગઢ પાટિયા નજીક રાહદારીને છકડા ચાલકે ટક્કર મારતા રાહદારીનું ઘટનાસ્થળે મોત

Share

ડીસાના માલગઢ પાટિયા નજીક આવેલ તનુ મોટર પાસે રાહદારને છકડા ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હત. જેમાં રાહદારીનું અકસ્માતમાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં એક પછી એક માર્ગ અકસ્માતના બનાવમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ડીસાના માલગઢ પાટિયા નજીક આવેલ તનુ મોટર પાસે રાહદારી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન છકડાના ચાલકે રાહદારીને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રાહદારી અજિતભાઈ સોથાભાઈ કોળીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. છકડાનો ચાલક છકડો મૂકી નાશી છૂટ્યો હતો જે બાદ તાત્કાલિક 108ને જાણ થતાં 108ની ટીમ તેમજ તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી તેમજ મૃતકની લાશને ડીસા સિવિલ ખાતે પી.એમ માટે ખસેડાઇ હતી. અકસ્માત સર્જનાર છકડા ચાલક વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share