જગન્નાથ મંદિરે જળયાત્રા મહોત્સવમાં ભગવાનનો જળાભિષેક થયો

- Advertisement -
Share

કોરોના મહામારી વચ્ચે અમદાવાદનાં જગન્નાથ મંદિરમાં 144મી રથયાત્રા યોજાશે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે ગુરૂવારે 24મી જૂનનાં રોજ રથયાત્રા પહેલા થતી જળયાત્રા મહોત્સવનો ભૂદરનાં આરેથી શુભારંભ કરવામાં આવ્યો હતો.

 

 

શહેરની સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરેથી કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવ્યું અને તેનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.

 

 

જળયાત્રા સંપન્ન થયા બાદ નીતિન પટેલે જણાવ્યું કે, આજે જગન્નાથ મંદિરમાં અનેરો મહોત્સવ યોજાયો છે. ગૃહમંત્રી અને ટ્રસ્ટીઓની હાજરીમાં જળ લાવી અને મર્યાદિત સંખ્યામાં ભગવાનનો પવિત્ર જળથી જળાભિષેક થયો છે. તમામ ધાર્મિક વિધિ સંપન્ન થઇ છે. આજના શુભ પ્રસંગે મંદિરમાં પણ વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયું છે. અમદાવાદ પોલીસની મદદથી આ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.

 

 

સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરેથી જળયાત્રા મંદિરમાં આવી પહોંચી છે. હવે પાંચ કળશમાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવેલું અને એનાથી ભગવાનનો જળાભિષેક કરાયો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ સાબરમતી નદીમાંથી જળ કળશમાં ભર્યું હતું..

 

 

રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને જગન્નાથ મંદિરનાં મહંત દિલીપદાસજીએ ભૂદરનાં આરે માતાજીની ભાવપૂર્ણ આરતી કરી હતી. જે બાદ કોરોના પ્રોટોકોણ પ્રમાણે એકદમ ઓછા લોકોસાથે જળયાત્રા નીકળી હતી. આ જળયાત્રામાં પાંચ કળશ અને એક ગજરાજ હતા. જ્યારે અન્ય બે ગજરાત મંદિરનાં પ્રાંગણમાં વિધિ માટે સજ્જ છે. દર વર્ષે 108 કળશમાં પાણી ભરી વાજતેગાજતે ભક્તોનાં ઉત્સાહ સાથે આ જળયાત્રા યોજાતી હોય છે, પરંતુ કોરોના મહામારીને કારણે આજે જળયાત્રા સાદાઈથી મર્યાદિત લોકો અને ભક્તો વિના યોજાઇ રહી છે.

 

 

 

કોરોના મહામારીને કારણે આ વખતે જળયાત્રામાં મર્યાદિત લોકો જ હાજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષે પણ કોરોનાને કારણે જળયાત્રા અને રથયાત્રા વખતે મંદિરમાં મર્યાદિત લોકો હાજર રહ્યા હતા. આ વખતે એક ગજરાજ સાબરમતી નદીના આરે રહેશે.

 

 

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!