બહારના રાજ્યથી યુવતીઓ બોલાવીને થતો હતો દેહ વેપાર : દરોડા દરમિયાન 2 યુવતી મળી આવી, 3 આરોપી ઝડપાયા

- Advertisement -
Share

સંસ્કારીનગરી વડોદરામાં વધુ એક સેક્સ રેકેટ ઝડપાયું છે. શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં મંગળવારે મોડી રાતે એસઓજીની ટીમે દરોડા પાડ્ય્ હતા. જ્યાં હાઈપ્રોફાઈલ સેક્સરેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં 2 યુવતી સહિત પાંચ લોકોની અટકાયત થઇ છે. આ અંગે હાલ એસઓજીની ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

પ્રતીકાત્મક તસવીર

 

આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરા એસ.ઓ.જી ને શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલી ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમી મળી હતી. જે બાદ એસ.ઓ.જી ની ટીમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર સર્ચ કરીને મંગળવારે મોડી રાત્રે એસ.ઓ.જી ની ટીમે હોટલમાં રેડ પાડી હતી. દરોડા દરમિયાન પોલીસને હોટલમાંથી 2 યુવતી મળી આવી હતી. એસ.ઓ.જી ની ટીમે બંને યુવતીની સઘન પૂછપરછ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, આ સેકેસરેકેટ માટે મહારાષ્ટ્રથી યુવતીઓનેલાવવામાં આવતી હતો. જે દ્વારા ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં રાખીને સેક્સ રેકેટ ચલાવતુ હતુ.

 

પ્રતીકાત્મક તસવીર

 

 

પોલીસે હોટલમાંથી 2 યુવતી સહિત હોટલના મેનેજર રમેશભાઇ પુંજાભાઇ ડાભી(ઉ.40- રહે. વીરપુરના મુવાડા, મુડાવડેખ, તા.ખાનપુર, જિ.મહીસાગર), પ્રવિણભાઇ અર્જુનભાઇ ગોહિલ (ઉ.23- રહે. 40, 41, વિરલપાર્ક સોસાયટી, અંબે સ્કૂલ પાસે, મકરપુરા, વડોદરા) અને દેવરાજ મુકેશભાઇ કાપડી (ઉ.32 – રહે. એ-17, ભગવતીપાર્ક, ઓપી રોડ, વડોદરા, મૂળ રહે, 306, અમીધારા સોસાયટી, દાણુ, ઇસ્ટ, પટેલ પાર્ક, પાલઘર, મહારાષ્ટ્ર)ની અટકાયત કરી હતી. આ સાથે રાજસ્થાનના ઉદેપુરના રહેવાસી કચરૂ લાલજી પટેલ હજી પોલીસ પકડથી દૂર છે તેની તપાસ હાથ ધરી છે

 

પ્રતીકાત્મક તસવીર

 

થોડા દિવસ પહેલા જ ક્રાઇમ બ્રાન્ચનાં એક યૂનિટ એકની ટીમે બુધવારે બપોરે થાણેનાં પાચપાખડી વિસ્તારમાં એક ઘરમાં રેડ પાડી સેક્સ રેકેટનો પડદાફાર્શ કર્યો હતો આ સમયે બે એક્ટ્રેસ એક મહિલા એજન્ટ એક પુરુષ દલાલ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. પૂછપરછમાં માલૂમ થયુ કે, લોકડાઉનમાં કામ ન મળતાં તેમણે વેશ્યાવૃત્તિનો ધંધો શરૂ કર્યો હતો.

ક્રાઇમબ્રાન્ચનાં અધિકારીએ જણાવ્યું કે, થાણે ક્રાઇમ બ્રાન્ચ યૂનિટ એકની ટીમને મળેલી માહિતીને આધારે છાપેમારી કરવામાં આવી હતી. અને સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. એક રાતની કિંમત દલાલ ગ્રાહક પાસેથી બે લાખ રૂપિયા લેતા હતાં જ્યારે મહિલાઓને 1.80 લાખ રૂપિયા આપતા હતાં.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!