ડીસા શહેરના વાડીરોડ વિસ્તારમાં આવેલ સ્મશાનની કાયાપલટ થઈ રહી છે. વાડીરોડ મુક્તિધામના વિકાસ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટ અંતગર્ત વિકાસના કામો સંપન્ન થઈ રહ્યા છે ત્યારે ડીસા શહેર ભાજપ દ્વારા વાડીરોડ સ્મશાન ખાતે સંગીત કાર્યકમ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વૃક્ષપ્રેમીઓએ ઉપસ્થિત રહી સંગીત કાર્યકમમાં ભાગ લીધો હતો.
દેશભક્તિના ગીતો સાથે સંગીત કાર્યકમ પૂર્ણ થયા બાદ સ્મશાનમાં વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિક પઢીયાર, મહામંત્રી હકમાજી જોષી, ડો. સી.કે.પટેલ, વૃક્ષ પ્રેમી નાથાભાઈ બ્રહ્મક્ષત્રિય, ભાજપ અગ્રણી દેવુભાઈ માળી સહિત ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
From – Banaskantha Update