ગાંધીનગરના કલોલના પત્રકાર સાથે ગેરવર્તૂંણક કરી માઇક અને બૂમ તોડી નાખનાર ચીફ ઓફીસર સામે ગુનો નોંધવા માંગ કરાઇ : પ્રેસ ક્લબ

Share

હાલમાં જ ગાંધીનગર જીલ્લાના કલોલમાં બનેલ ઘટનાને પ્રેસ ક્લબ ઓફ વર્કીંગ જર્નાલીસ્ટ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. એક પત્રકાર ઉપર કલોલ નગરપાલિકાના ચીફ ઓફીસરે કેમેરાની સામે જ ખુલ્લી દાદાગીરી કરી પત્રકારનું માઇક અને બૂમ તોડી નાખ્યું છે. તે એક શરમજનક ઘટના છે. શું આવું અમાનવીય વર્તન એક ચીફ ઓફીસરને શોભે ખરૂ. આવા કૃત્યો અને બેશરમ વ્યવહારોથી પત્રકારોની સ્વતંત્રતાનું હનન થાય છે અને પત્રકારો સ્વતંત્રતાથી પોતાનું કામ કરી શકતા નથી. પત્રકારો પ્રજાના જાગતાં ચોકીદારો છે અને લોકશાહીના મજબૂત સ્તંભ છે.

[google_ad]

આ અંગે પ્રેસ ક્લબ ઓફ વર્કીંગ જર્નાલીસ્ટના રાષ્ટ્રીય મહાસચિવ સાકીરભાઇ મલેક, રાષ્ટ્રીય કારોબારી સભ્ય નશરૂદીન રાઠોડ અને ગુજરાત પ્રમુખ હર્ષદભાઇ પટેલે ગુજરાત રાજ્યના રાજ્યપાલ, મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે, ‘પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર પત્રકાર સામે ગેરવર્તણૂંક કરી માઇક અને બૂમ તોડી નાખનાર કલોલ નગરપાલિકાના ચીફ ઓફીસર સામે ગુનો દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

[google_ad]

Advt

જ્યારે પત્રકાર સામે ચીફ ઓફીસરે કરેલી એટ્રોસીટીની ફરિયાદ પાછી ખેંચવામાં આવે તેવી માંગ કરાઇ છે. આજ રીતે જામ-ખંભાળીયાના પત્રકાર મસ્તુફા સુમરા સાથે જામ-ખંભાળીયાના તલાટી મંડળના પ્રમુખ પ્રભાતસિંહ નીચોડાએ તા. 28/07/2021ના રોજ ગેરવર્તણૂંક કરી ધમકી આપી હતી. તેની ફરિયાદ જામ-ખંભાળીયા પોલીસ મથકમાં નોંધાઇ છે. તેની પણ નીશપક્ષ રીતે તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં કોઇ પણ પત્રકારો સાથે આવા બનાવો ન બને તેની સરકારે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને દિવસે-દિવસે વધતાં જતાં પત્રકારો ઉપર હુમલાઓને અંકુશમાં લઇ આરોપીઓને સખ્ત સજા કરવી જોઇએ.’

 

From – Banaskantha Update


Share