પાલનપુર-આબુરોડ હાઈવે પર વરસાદથી મસમોટા ખાડા પડતાં વાહનચાલકોને મુશ્કેલી

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના અનેક ઘરમાં પાણી ભરાયા હતા. જ્યારે પાલનપુર આબુરોડ હાઇવે પર રસ્તા વચ્ચે પાણી ભરાઈ જવાના કારણે રોડ વચ્ચે જ મોટા ખાડા પડ્યા છે. જેને લઇ વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

પાલનપુરમાં બે દિવસથી વધારે વરસાદ પડવાથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે પાલનપુરથી રાજસ્થાન જતા નેશનલ હાઇવે પર વરસાદથી રોડ તૂટી ગયો છે.

 

પાલનપુર નેશનલ હાઈવે પર મસમોટા ખાડા નજરે જોવા મળી રહ્યા છે. ત્યારે હાલમાં પાલનપુરથી રાજસ્થાન જતા અને આવતા વાહન વ્યવહારને મુશ્કેલી પડી છે. બીજી તરફ રાજસ્થાનને જોડતા આ નેશનલ હાઇવે પર પાણી ભરાઈ જતાં નાના વાહનોને રિટર્ન જવું પડ્યું હતું. તો બીજી તરફ મોટા વાહનો પોતાના જીવન જોખમે પસાર થઈ રહ્યા છે. હાઇવે પર પડેલા આ ખાડાઓના કારણે અકસ્માતની પણ ભીતિ સેવાઓ રહી છે. હજારો વાહન આ હાઇવે પરથી પસાર થાય છે ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ તૂટેલા રોડ વચ્ચે પડેલા ખાડાને રિપેર કરવામાં આવે તેવી માંગ છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!