બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે દુદોસણથી 2 બનાવટી બંદૂકો સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

એસ.ઓ.જી. પોલીસે કુલ રૂ. 10,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

 

બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે શુક્રવારે સૂઇગામ પોલીસ સ્ટેશન વિસ્તારની બોર્ડર પર આવેલા દુદોસણ ગામમાંથી એક નાળી બંદૂક અને એક દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સને ઝડપી પાડયો છે.
એસ.ઓ.જી. પોલીસે કુલ 10,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે શખ્સ સામે આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ શુક્રવારે સૂઇગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા.
તે દરમિયાન એસ.ઓ.જી. પોલીસને મળેલી બાતમીના આધારે દુદોસણ ગામની સીમમાં રહેતાં માનસંગ ઠાકોરના ખેતરમાં રહેણાંક છાપરામાંથી દેશી બનાવટી એક નાળી બંદૂક અને એક દેશી તમંચા સાથે ઝડપી પાડયો હતો.
એસ.ઓ.જી. પોલીસે કુલ રૂ. 10,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે શખ્સ સામે આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!