પાલનપુરમાં ઠંડી સાથે શાકભાજીના ભાવો 10 થી 15 ટકા ઘટતાં ગૃહીણીઓને રાહત

- Advertisement -
Share

છૂટક બજારમાં ટામેટા 20,ગીલોડી 18, કાકડી 30, દૂધી રૂ. 15 કિલો

ઠંડીની શરૂઆત થતાં શાકભાજીના ભાવમાં ઘટાડાની શરૂઆત થઇ ગઇ છે. મોટાભાગના દરેક ભાવમાં પ્રતિ કિલોએ 10 થી 15 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
પાલનપુરના સીમલા ગેટ વિસ્તારમાં રાત્રિના 12:00 વાગ્યાથી જ આજુબાજુના ગામોના શાકભાજીનું પરંપરાગત વાવેતર કરતાં લોકલ ખેડૂતો અને મોટી મંડીમાંથી આવતી ગાડીમાં રાત્રિના 3:00 વાગ્યા સુધી તમામ શાકભાજી ઠલવાઇ જાય છે.
રોજેરોજનું તાજુ શાકભાજી પાલનપુરના લોકોને મળી રહે તે માટે નાના વેપારીઓ વહેલી સવારે 5:00 વાગ્યાથી 7:00 વાગ્યા સુધીમાં ખરીદી પણ કરી લે છે અને ત્યારબાદ દિવસ પર છૂટક વેચાણ થાય છે.
આ ઉપરાંત પાલનપુર આજુબાજુના ગામોમાંથી વાહનોમાં નાના વેપારીઓ ખરીદી કરવા પાલનપુર શાકમાર્કેટમાં આવતાં રહે છે.
આ અંગે સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે, ‘હાલમાં શિયાળાની ઋતુમાં પુષ્કળ પ્રમાણમાં શાકભાજી આવે છે જેના લીધે ભાવો નિયંત્રણમાં છે. માત્ર વટાણાના ભાવ અત્યારે હોલસેલમાં રૂ. 100 અને રીટેલમાં રૂ. 150 ના કિલોએ વેચાઇ રહ્યા છે.’

 

શાકભાજી રીટેલ ભાવ હોલસેલ ભાવ રૂ.
ટામેટા 20 10 થી 12
ગીલોડી 15-20 6 થી 8
મરચા 30 18 થી 20
કાકડી 30 15 થી 20
દૂધી 15 7 થી 8
કોબીઝ 30 12 થી 15
ફૂલાવર 30 15 થી 16
ભડથા રીંગણ 20 8 થી 10
વટાણા 150 100 થી 110
ગાજર 30-35 20 થી 25
સીમલા મીર્ચ 70-80 50 થી 60
ડખણી રીંગણ 30-35 20 થી 25
મીરચી વાલોળ 50 30

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!