બનાસકાંઠા ભૂસ્તર વિભાગે પાલનપુર-ડીસા હાઇવે પરથી સાદી માટી ભરેલા 6 ડમ્પર ઝડપી પાડ્યા

- Advertisement -
Share

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા અવાર નવાર સમગ્ર જિલ્લામાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવે છે. જે અન્વયે બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ખનિજ ચોરી ઝડપવામાં અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

 

ત્યારે ભૂસ્તર વિભાગના અધિકારી સુભાષ જોષીને સાદીમાટીની ખનીજની ચોરી બાબતે મળેલી બાતમીના આધારે ગત મોડી રાત્રે ડીસાથી પાલનપુર રોડ પર ચડોતર ગામ નજીક આવેલા હાઈવે પર સાદી માટી ખનીજ ભરેલા 06 ડમ્પર ૧) GJ-09-AU-5230 (૨) GJ-05-BZ-9190 (૩) GJ-09-AU-5230 (૪) GJ-05-BZ-7126 (૫) GJ-05-BZ-9190 (૬) GJ-31-T- 1220 રોયલ્ટી પાસ વગર વહન કરતા પકડી પાડ્યા હતા. ભૂસ્તર વિભાગે કુલ 6 વાહનો તેમજ ખનિજ મળી રૂ. 75 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને 12 લાખની દંડકિય રકમની વસુલાતની કાર્યવાહી ચાલુમાં છે.

ભૂસ્તર વિભાગે અગાઉ પણ જગાણા હાઇવેથી તેમજ પાલનપુરના એરોમા સર્કલ પાસેથી ખનીજ ચોરી કરતાં ડમ્પર/ટ્રકો પકડી પાડ્યા હતા. આમ, સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખનિજ ચોરી અટકાવવા તપાસ ટીમ દ્વારા રાત્રે તથા વહેલી સવારે ચેકીંગની કામગીરી હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!