ડીસાના જૂનાડીસામાં સૌ પ્રથમવાર શિયાળાની સિઝનમાં ખેડૂતે તડબૂચનું વાવેતર કરી મબલખ આવક મેળવી

- Advertisement -
Share

 

ગુજરાતમાં સૌપ્રથમવાર ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં ખેડૂતોએ સફળ તડબૂચની ખેતી કરી છે. આમ તો મોટાભાગે તડબૂચની ખેતી ઉનાળાની સિઝનમાં થતી હોય છે પરંતુ હવે ડીસા તાલુકાના ખેડૂતો જમીનમાંથી કાઠું કાઢી અવનવી ખેતી તરફ વળી રહ્યા છે. જેના કારણે ખેડૂતો સારી આવક પણ થઇ રહી છે.

 

 

બનાસકાંઠા જીલ્લો એ આમ તો વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો જીલ્લો છે પરંતુ સામાન્ય રીતે બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોને પાણીની વિકટ સમસ્યા હોવાના કારણે ખેડૂતો સિઝન આધારીત ખેતી કરતા હતા પરંતુ જેમ-જેમ ટેકનોલોજીનું પ્રમાણ વધતું ગયું છે તેમ-તેમ બનાસકાંઠા જીલ્લાના રણની જમીનમાંથી કાઠું કાઢી સારી આવક મેળવી રહ્યા છે.

 

 

હાલમાં બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો ખેતી ક્ષેત્રે સારૂ ઉત્પાદન મેળવી દેશ અને દુનિયામાં જીલ્લાનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે, જે બનાસકાંઠા જીલ્લાને લોકો રણની કાંધી તરીકે ઓળખતા હતા તે જ બનાસકાંઠા જીલ્લો હાલમાં ખેતી ક્ષેત્રે દિવસેને દિવસે પ્રગતિના પંથે જઇ રહ્યો છે.

 

 

ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં રહેતાં જીગ્નેશભાઇ અનાવાડીયાએ માત્ર ધો. 12 પાસ કરેલ છે પરંતુ તેમનામાં રહેલી અદ્દભુત શક્તિ આજે તેમને સફળતાના શિખરે લઇ ગઇ છે.

 

 

 

ગુજરાતીમાં કહેવત છે કે, મહેનત કરવાથી સફળતા જરૂર મળે છે આ કહેવતને સાર્થક કરતાં ડીસા તાલુકાના જૂનાડીસા ગામના જીગ્નેશભાઇ અનાવાડીયા આજે ખેતી ક્ષેત્રે સારી એવી આવક મેળવી રહ્યા છે.

 

Advt

 

 

આમ તો તડબૂચનું વાવેતર ઉનાળાની સિઝનમાં થતું હોય છે પરંતુ જીગ્નેશભાઇ અનાવાડીયાએ સૌ પ્રથમવાર પોતાના ખેતરમાં શિયાળાની સિઝનમાં તરબૂચનું વાવેતર કર્યું હતું.

 

 

અને તેમણે કરેલું વાવેતર સફળ જતાં હાલમાં તેઓ સિઝન પહેલાં બજારમાં તરબૂચનું વેચાણ કરતાં રૂ. 35 જેટલો ભાવ તેમને મળી રહ્યો છે. તેમની આ ખેતી જોઇ અન્ય ખેડૂતો પણ શિયાળામાં તરબૂચની ખેતી તરફ વળ્યા છે.

 

 

બનાસકાંઠા જીલ્લામાં તરબૂચ અને શક્કર ટેટીનું સૌથી વધુ વાવેતર ઉનાળાની સિઝનમાં ડીસા તાલુકામાં થાય છે. જેના કારણે ખેડૂતોને ઉનાળાની સિઝનમાં ઉત્પાદન સમયે માત્ર રૂ. 5 કિલો જેટલો જ તરબૂચ અને શક્કરટેટીમાં ભાવ મળે છે.

 

 

સામાન્ય રીતે ખેડૂતોને વાવેતર સમયે તરબૂચમાં બિયારણનો ભાવ રૂ. 30,000 કિલો હોય છે. જેમાં એક વીઘામાં દવાનો ખર્ચ રૂ. 25,000 જેટલો થતો હોય છે.

 

જે બાદ ઉત્પાદનના સમયે બદલાયેલા વાતાવરણના કારણે છેલ્લા 2 વર્ષથી ડીસા તાલુકામાં ખેડૂતોને તરબૂચ અને શક્કરટેટીમાં મોટું નુકશાન વેઠવાનો વારો આવે છે.

 

ત્યારે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ડીસા તાલુકાના જૂનાડીસા ગામના ખેડૂતોએ શિયાળામાં તરબૂચની સફળ ખેતી કરી હાલમાં ડબલ આવક મેળવી રહ્યા છે.

 

સાથો સાથ શિયાળામાં તૈયાર કરેલ તડબૂચના પાકમાંથી ખેડૂતો જાતે જ બિયારણ તૈયાર કરી રહ્યા છે. જેના કારણે તેમને ઉનાળામાં તરબૂચની ખેતીમાં સારો એવો નફો થઇ જાય છે.

 

હાલમાં જૂનાડીસામાં જીગ્નેશભાઇ દ્વારા કરવામાં આવેલી ખેતી નીહાળવા અને બિયારણની ખરીદી કરવા માટે ખેડૂતો દૂરદૂરથી આવી રહ્યા છે. આ સફળ ખેતી જોઇને અન્ય ખેડૂતો પણ શિયાળામાં તરબૂચનું વાવેતર કરે તેઓ જીગ્નેશભાઇ અનાવાડીયાએ જણાવ્યું હતું.

 

ડીસા તાલુકો આમ તો વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો તાલુકો છે. મોટાભાગે ડીસા તાલુકાના ખેડૂતો દિવસેને દિવસે અવનવી ખેતી કરી સારી એવી ખેતીમાં આવક મેળવી રહ્યા છે.

 

ડીસા તાલુકાની જમીન પર હાલમાં બહારના રાજ્યોની અનેક ખેતી સફળ ખેડૂતો કરી રહ્યા છે. જેના કારણે તેમની ખેતી થકી ડીસાનું નામ દેશ અને દુનિયામાં વખણાઇ રહ્યું છે.

 

આમ તો ડીસા તાલુકો વર્ષોથી બટાટાની નગરી તરીકે ઓળખાતો હતો પરંતુ હવે ડીસા તાલુકાના ખેડૂતો જમીનમાંથી અવનવી ખેતી થકી બજારમાં સારી એવી આવક મેળવી રહ્યા છે.

 

ડીસામાં કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉ. યોગેશ પવાર દ્વારા ડીસા તાલુકાના મોટાભાગના ખેડૂતોને ખેતી માટે તાલીમ આપવામાં આવી રહી છે.

 

ખાસ કરીને ડીસાની જમીન પર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંતો દ્વારા અવનવી ખેતીઓ કરાવી હાલમાં ખેડૂતોની આવક કઇ રીતે ડબલ થાય તે માટે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

 

જેના થકી હાલમાં ડીસા તાલુકાના ખેડૂતો કૃષિ વિજ્ઞાન કેન્દ્રની માહિતી થકી અવનવા પાકોનું સફળ ઉત્પાદન મેળવી રહ્યા છે.

 

ત્યારે ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંતો દ્વારા શિયાળામાં સૌપ્રથમવાર તડબૂચની સફળ ખેતી ખેડૂતને કરાવવામાં આવી છે.

 

જેના કારણે હાલમાં શિયાળામાં ખેડૂતો તરબૂચમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે. ત્યારે અન્ય ખેડૂતો પણ શિયાળામાં તરબૂચનું વાવેતર તરફ વળે તો આવનારા સમયમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થઇ શકે તેમ છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!