પાણોદરાથી આજીવન સજા ભોગવતાં પેરોલ ફરારી આરોપીને પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડ્યો

- Advertisement -
Share

પાલનપુર જીલ્લા જેલમાં સળીયા પાછળ ધકેલી દીધો

દાંતા તાલુકાના પાણોદરા ગામના ખૂન અને બળાત્કારના ગુનામાં આજીવન સજા ભોગવતાં પેરોલ ફરારી આરોપીને પેરોલ ફર્લો સ્કોડે મંગળવારે ઝડપી પાડ્યો હતો. જેમાં પાલનપુર જીલ્લા જેલમાં સળીયા પાછળ ધકેલી દીધો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, આઇ.જી.પી. બોર્ડર રેન્જ ભૂજ જે.આર.મોથલીયા અને બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલની સુચનાથી પેરોલ ફર્લો સ્કોડ પાલનપુરના માર્ગદર્શન મુજબ, મંગળવારે સ્ટાફના માણસો સાથે નાસતા-ફરતા/પેરોલ/ફર્લો ફરારી આરોપીઓની તપાસમાં દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા. તે દરમિયાન ટીમને બાતમી મળતાં આજીવન સજા ભોગવતાં પેરોલ ફરારી આરોપી ગંભીરજી ઇશ્વરજી ઠાકોર (રહે. પાણોદરા, તા. દાંતા, જી.બનાસકાંઠા) વાળાને પાણોદરાથી ઝડપી પાડ્યો હતો. આ અંગે પેરોલ ફર્લો સ્કોડે પેરોલ ફરારી આરોપીને પાલનપુર જીલ્લા જેલમાં સળીયા પાછળ ધકેલી દીધો છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!