સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી દ્વારા 7માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ

- Advertisement -
Share

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા થનારી 7માં વિશ્વ યોગ દિવસની ઉજવણી, સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી વાસદ દ્વારા ઈશા ફાઉન્ડેશન સાથે મળીને કરવામાં આવી હતી.ઓનલાઇન ના માધ્યમથી સદગુરુજી (ઈશા ફાઉન્ડેશન) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોના કાળમાં યોગના માધ્યમથી યોગિક ક્રિયાઓ કરીને ઇમ્યુનિટી કઈ રીતે વધારી શકાય છે તેના ઉપર ભાર આપવામાં આવ્યું હતું.

 

 

સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી ના 300 થી પણ વધુ સ્ટાફ મેમ્બર દ્વારા કોલેજ પ્રાંગણમાં કોવિડ ની ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખીને 10 અલગ-અલગ જગ્યાઓ પર નાના-નાના ગ્રુપમાં યોગ કરવામાં આવ્યું હતું તથા કોલેજના વિદ્યાર્થીઓ ઓનલાઇન ના માધ્યમથી જોડાયા હતા અને પોતાના ઘરે જ યોગ કર્યા હતા.આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યોગ દ્વારા તમે તમારું સ્વાસ્થ કઈ રીતે સારું રાખી શકો છો અને કોરોના ની સામે રક્ષણ મેળવી શકો છો.

 

કોલેજ ઓફ આર્કિટેક્ચર ના આચાર્ય પ્રોફેસર શૈલેષ નાયર દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે એસ.વી.આઈ.ટી.ની 25મી વર્ષગાંઠ ના ભાગરૂપે આ વર્ષો વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવનાર છે તેના ભાગરૂપે આ પ્રથમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના ડી.પી.ઈ.અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર વિકાસ અગ્રવાલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું

 

 

 

 

સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી ,વાસદના અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલ, સેક્રેટરી ભાવેશભાઈ પટેલ, ઉપાધ્યાયક્ષ દિપકભાઈ પટેલ , આચાયૅ ડો.એસ.ડી.ટોલીવાલ અને સમસ્ત સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી પરિવાર તરફથી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર વિકાસ અગ્રવાલ (પ્રોગ્રામ ઓફીસર એન.એસ.એસ.) અને તેમની ટીમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!