થરા અને રાધનપુર વચ્ચેના હાઈવે પર ખાડાથી કંટાળી આપના પ્રદેશ ઉપાધ્યક્ષે ટોલનાકા પર હંગામો મચાવી ધરણા કર્યા

- Advertisement -
Share

ભીલડી, થરા, રાધનપુર થઈ નેશનલ હાઈવે પસાર થાય છે. કંડલાથી રાજસ્થાનને જોડતો મુખ્ય હાઇવે માર્ગ હોવાથી દિવસના હજારો ભારે વાહનો રોડ પરથી પસાર થાય છે. ચોમાસામાં થયેલા વરસાદ બાદ અહીં ઠેકઠેકાણે મસમોટા ખાડા પડ્યા હતા. પરંતુ હજુ સુધી ખાડાઓ પૂરવામાં આવ્યા નથી.

 

દરમિયાન બુધવારે આ માર્ગ પરથી પસાર થયેલા આપ પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષે અસંખ્ય ખાડાઓથી કંટાળી ટોલનાકા પર હંગામો મચાવ્યો હતો અને જ્યાંથી વાહનો પસાર થાય છે ત્યા વચ્ચોવચ બેસી જઈ ધરણા આદરી દેતા ફરજ પરનો સ્ટાફ ગભરાઈ ગયો હતો. જે બાદ સ્ટાફે વિનંતીઓ કરતાં અને ખાડા પૂરવા માટે બે દિવસની મુદત માંગતા પ્રદેશ ઉપાધ્યક્ષ ઊભા થઈ ગયા હતા અને મામલો થાળે પડ્યો હતો.

આ અંગે ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે “અહીંથી પસાર થતાં મસમોટા ખાડાઓ જોઈને હું વ્યથિત થયો હતો. રસ્તાનું મેન્ટેન ન થવા હોવા છતાં અહીંથી ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો હતો જેથી ઢોલ સંચાલકોની સાન ઠેકાણે લાવવા મેં રસ્તા વચ્ચે બેસી જઈ ધરણા કર્યા હતા. જોકે મને આશ્વાસન પાઠવતા હું ઉભો થયો. જોકે બે દિવસમાં ખાડા નહીં પૂરાય તો હું મારા સમર્થકો અને કાર્યકરો સાથે જલદ આંદોલન કરીશ.”

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!