એ.સી.બી ની સફળ ટ્રેપથી સમી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ અને કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

- Advertisement -
Share

સમી પોલીસ સ્ટેશનમાં બાઈક અકસ્માત કેસમાં આરોપીઓને હેરાનન કરવા બાબતે 10,000 રૂપિયાની લાંચ લેતા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ અને પોલીસ કોન્સ્ટેબલ બંનેને પાટણ એ.સી.બી.એ રંગેહાથે ઝડપી પાડતાં પોલીસબેડામાં ચકચાર મચી ગયો હતો.

 

 

 

 

સમી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં એ.એસ.આઇ પોલીસ કર્મચારી દ્વારા અકસ્માતના કેસમાં આરોપીને હાજર કરીને હેરાન ના કરવા મામલે અરજદાર પાસે રૂપિયા 10 હજારની લાંચની માગણી કરવામાં આવતા અરજદાર દ્વારા જાગૃત નાગરિક તરીકે પાટણ એસીબીને ટેલિફોનિક લાંચ મામલે ફરિયાદ આપતા પાટણ એસીબી પી.એસ.આઈ એચ.એસ આચાર્ય, સહિતના અધિકારીઓની ટીમ દ્વારા છટકું ગોઠવવામા આવ્યું હતું.

 

 

 

 

એ.એસ.આઇ ના કહેવા મુજબ અરજદાર લાંચની રકમ લઈને કોન્સ્ટેબલને આપવા જતા લાંચની રકમ સ્વીકારતા સમયે એસીબી દ્વારા રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડયો હતો અને લાંચ લેવા બદલ એ.એસ આઈ ભરતસિંહ પ્રભાતજી ઝાલા અને કોન્સ્ટેબલ અમૃતભાઈ તેજરામ ભાઈ દવે સામે ગુનો દાખલ કરી બંનેની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં પોલીસે બંને પોલીસ કર્મીઓની પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!