લાખણીમાં યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી બાબતે ચક્કાજામ કરી બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું

- Advertisement -
Share

કોંગ્રેસના આગેવાન અને કાર્યકરોએ ઢોલના તાલે મોંઘવારી બાબતે આવેદનપત્ર આપે તે પહેલાં અટકાયત કરાઇ

 

લાખણીમાં યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી બાબતે શનિવારે ચક્કાજામ કરી બેનર સાથે વિરોધ પ્રદર્શન કરી ઢોલના તાલે આવેદનપત્ર રેલી સ્વરૂપે જઇ રહ્યા હતા. તે પહેલાં જ પોલીસે થરાદ અને દિયોદરના ધારાસભ્યો સહીત કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી.

 

દિવસેને દિવસે મોંઘવારીનો જોર વધી રહ્યું છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પાર્ટી દ્વારા મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
અત્યારે બનાસકાંઠાના લાખણીમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે શનિવારે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં કોંગ્રેસના આગેવાનો અને થરાદ અને દિયોદરના ધારાસભ્ય સહીત કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં બેનર લઇ રોડ પર ચક્કાજામ કર્યાં હતા.
જયારે સરકાર સામે વિરોધ નોંધાયો હતો. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઢોલના તાલે સરકાર સામે મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવા જઇ રહ્યા હતા.
પરંતુ મોંઘવારીના મુદ્દે કોંગ્રેસના કાર્યકરો લાખણીમાં આક્રમક બને તે પહેલાં પોલીસ એકશનમાં આવી બંને ધારાસભ્યોની સાથે કાર્યકરોની અટકાયત કરી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!