અમીરગઢ નેશનલ હાઇવે પર ટ્રક પલટી ખાતા સર્જાયેલ અકસ્માતથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

- Advertisement -
Share

અમીરગઢ નેશનલ હાઇવે પર આજે એક ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. અમીરગઢના આશાગોળાની પાસે ટ્રક પલટી ખાતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
આ સમગ્ર અકસ્માત બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા હાઇવે પર ટ્રાફિક જામ થતા અમીરગઢ પોલીસ તેમજ એન એન્ડ ટી વિભાગે કામગીરી શરૂ કરી.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે.
અમીરગઢ નેશનલ હાઈવે પર આવેલ આશાગોલાની પાસે એક ટ્રકના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક હાઈવે રોડ પર પલટી ખાધી હતી અકસ્માતને લઈને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી
અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ આ દૃશ્યો સર્જાયા હતા તેમજ અકસ્માત બાદ ટ્રાફિક જામના સીસીટીવી દ્રશ્યો સામે પણ આવ્યા છે આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થતા અમીરગઢ પોલીસ તેમજ એન એન્ડ ટી વિભાગે સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી.

Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!