યુવકને એકસાથે થયો બે યુવતીઓ સાથે પ્રેમ, એક જ મંડપમાં બંને સાથે કર્યા લગ્ન

- Advertisement -
Share

સામાન્ય રીતે એક દુલ્હન અને એક વરરાજા જ એકબીજા સાથે લગ્ન કરતાં હોય છે. ભાગ્યે જ એવું સાંભળવા મળતું હોય કે એક વરરાજા બે દુલ્હન સાથે લગ્ન કર્યા. આવી જ એક ઘટના તેલંગણામાં જોવા મળી છે. અહીં એક વ્યક્તિએ બે મહિલાઓ સાથે લગ્ન કર્યા છે અને વડીલોએ ખુશી ખુશી તેમને આશીર્વાદ પણ આપ્યા છે.

 

 

આ અનોખા લગ્ન આ મહિનાની 14 તારીખે જ તેલંગણાના ઉત્નૂર અંચલના ધનપુર ગામમાં થયા છે, જે સૌના આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. જે વ્યક્તિએ બે મહિલા સાથે લગ્ન કર્યા છે તેનું નામ અર્જુન છે.

 

 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અર્જુનને એક જ સમયે બે મહિલા સાથે પ્રેમ થયો હતો અને ત્યાર પછી તેણે બંને સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. એ માટે અર્જુનની બંને પ્રેમિકાઓ પણ તૈયાર હતી. આ અનોખા લગ્નને જોવા આખું ગામ ભેગું થયું હતું. બીએડની ડીગ્રી લીધા પછી અર્જુન સ્પર્ધક પરીક્ષાઓની તૈયારી કરતો હતો. આ દરમિયાન તેને કોલેજમાં ભણતી બે છોકરી ઉષારાની અને સુરેખા સાથે પ્રેમ થયો હતો.

 

 

 

અર્જુન છેલ્લાં ચાર વર્ષથી બંને છોકરીને ડેટ કરતો હતો. બધું બરાબર ચાલતું હતું, પરંતુ મુશ્કેલી ત્યારે થઈ જ્યારે તેનાં પરિવારજનો તેને લગ્ન માટે દબાણ કરવા લાગ્યા હતા. તે પોતાની બંનેમાંથી એકપણ પ્રેમિકાને છોડવા નહોતો માગતો, તેથી તેણે બંને સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું.

 

 

આ વિશે અર્જુનનાં પરિવારજનો પણ પહેલાં અજાણ હતાં. ઘણા પ્રયત્નો પછી બંને છોકરીઓનાં પરિવારજનો એક જ વરરાજા સાથે તેમની છોકરીઓના લગ્ન કરાવવા માટે તૈયાર થયાં હતાં. બેન્ડવાજા સાથે વરરાજા અને દુલ્હનના પૈતૃક ગામમાં લગ્ન કરવામાં આવ્યા છે. જોકે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ કોઈ અસામાન્ય ઘટના નથી. આ પ્રકારના લગ્નો આદિવાસી સમુદાયમાં સ્વીકાર્ય છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!