થરા નગરપાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાતાં ખુશીનો માહોલ : વોર્ડ નં. 6 ની 4 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત

Share

બનાસકાંઠા જીલ્લાની ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. જેનું મંગળવારે પરિણામ જાહેર થયું હતું. થરા નગરપાલિકાની મત ગણતરી પૂર્ણ થઇ છે. જેમાં 24 માંથી 20 બેઠક પર ભાજપે કબજો કર્યો છે. આ ઉપરાંત દાંતા તાલુકાની જીતપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ હતી. જ્યારે અમીરગઢ તાલુકા પંચાયતની ધનપુરા સીટ ઉપર અને પાલનપુર તાલુકા પંચાયતની બેઠક પર પણ કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી હતી.

[google_ad]

બનાસકાંઠાની થરા નગરપાલિકાની મત ગણતરી પૂર્ણ થઇ છે. જેમાં 24 માંથી 20 બેઠક પર ભાજપે કબજો કર્યો છે. જ્યારે વોર્ડ નં. 6 ની 4 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ છે. જો કે, આમ આદમી પાર્ટી ખાતું પણ ખોલાવી શકી ન હતી. આ ઉપરાત દાંતા તાલુકાની જીતપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બેનીબેન વિજેતા બન્યા છે.

[google_ad]

જ્યારે પાલનપુર તાલુકાની ગઢમડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મયુરકુમાર બોરીયા 100 મતથી વિજેતા થયા છે. અમીરગઢ તાલુકા પંચાયતની ધનપુરા સીટ ઉપર કોંગ્રેસે ભાજપની સીટ છીનવી હતી.

[google_ad]

advt

 

 

આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઇ ભીખાભાઇ રાઠોડનો 189 મતથી વિજય થયો હતો. જેને લઇ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવારનું મૃત્યુ થતાં ચૂંટણી યોજાઇ હતી.

 

From – Banaskantha Update


Share