બનાસકાંઠાના થરાદમાં ખેડૂત હવે ખારેકની ઓર્ગોનિક ખેતી કરી મેળવી રહ્યા છે મબલખ આવક

- Advertisement -
Share

બનાસકાંઠાના ખેડૂતો ખેતી ક્ષેત્રે નવા નવા અખતરા કરી રહ્યા છે દાડમ, બટેકા, તડબૂચ બાદ હવે ખારેકની ઓર્ગોનિક ખેતી કરીને મેળવી રહ્યા છે મબલખ આવક.

 

 

લાખણી તાલુકો દાડમનો હબ ગણાય છે ડીસા બટાટાની નગરી ગણાય છે ત્યારે એક સમયે બુંદ બુંદ માટે વલખા મારતો થરાદ તાલુકો આજે કેનાલના સહારે ઓર્ગનીક ખેતી તરફ વળ્યો છે આજાવાડા ગામના રાજેશભાઈ કાજાભાઇ પટેલે પોતાના ખેતરમાં ખારેકની ખેતી શરૂ કરી છે 3 વર્ષ પહેલાં 150ની આસપાસ ખારેકના છોડ વાવ્યા હતા જેમાં 3 વર્ષે કુલ 50 હજાર જેટલો ખર્ચ કરેલ હતો જે આજે લાખોની કમાણી આપી રહ્યા છે આમ થરાદ વિસ્તારમાં ખેતી કરવી મુશ્કેલ હતી પણ કેનાલના કારણે ખેડૂતો અવનવી ખેતી કરી મબલખ આવક મેળવી રહ્યા છે.

 

 

 

બે ઍકરમાં વાવેલ ખજૂરના છોડમાંથી 3 લાખ જેટલી માતબર આવક મેળવી છે અન્ય ખેડૂતો ઇઝરાયેલ ખારેક વાવે છે ત્યારે રાજેશભાઈ પટેલે કચ્છની દેશી ખારેકનું વાવેતર કરી નવો રાહ ચીંધ્યો છે દેશી ખાતર અને બોરનું પાણીથી માવજત કરી મીઠી મધ કેવી ખારેકનું ઉત્પાદન કર્યું જે ખારેક લેવા લોકો ખેતર સુધી આવી રહ્યા છે.

 

 

આમ તો બનાસકાંઠાના ખેડૂતો જૂની પદ્ધતિ બદલી આધુનિક ખેતી તરફ વળ્યા છે જે ક્યારે ખેતીની કલ્પના નહોતી કરી એવી ખેતી કરીને મબલખ ઉત્પાદન કરી આવક મેળવી રહયા છે જિલ્લામાં ઇઝરાયેલ ખારેકનું વાવેતર થઈ રહ્યું છે ત્યારે અજાવાડાના રાજેશભાઇએ દેશી ખારેકનું ઉત્પાદન કરી ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!