ધાનેરા પોલીસે ચોરીના બાઇક સાથે ગોલા ગામના શખ્સને ઝડપી પાડ્યો

- Advertisement -
Share

ધાનેરામાંથી બાઇક અને ડીસામાંથી કાર ચોર્યાનું કબૂલ્યું

ધાનેરા પોલીસે ગુરૂવારે સી.સી.ટી.વી. ચોકી પાસે વાહન ચેકીંગ દરમિયાન ચોરીના બાઇક સાથે શખ્સને ઝડપી લીધો હતો. જેની વધુ પૂછપરછ કરતાં તેને ઇન્ડીકા કાર પણ ડીસાથી ચોરી હોવાનું કબૂલતાં પોલીસે બંને વાહનો કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા પોલીસ ગુરૂવારે સી.સી.ટી.વી. ચોકી પાસે વાહન ચેકીંગમાં હતી. તે દરમિયાન પોલીસ ઇન્સપેક્ટર બી.વી.પટેલને બાતમી મળી હતી કે, એક શખ્સ જીજે-૦૮-કે-૪૦૧૭ વાળુ ચોરીનું બાઇક લઇને નેનાવા બાજુથી ધાનેરા તરફ આવે છે.

જે બાતમીના આધારે બાઇક લઇને આવતાં શખ્સને ઉભો રાખી બાઇકના કાગળો માંગતાં ગલ્લા-તલ્લા કરતાં કડક પૂછપરછ કરતાં બાઇક ધાનેરા મધ્યેથી પાણીના ટાંકા પાસેથી ચોરી કર્યાનું કબૂલ્યું હતું. પોલીસે ઓખાભાઇ મશરાભાઇ લુહાર (રહે.ગોલા, તા.ધાનેરા) ને બાઇક સાથે ધાનેરા પોલીસ સ્ટેશને લઇ આવી વધુ પૂછપરછ કરતાં ડીસા મધ્યેથી ઇન્ડીકા કાર નં. જીજે-૦૮-એફ-૮૭૦૧ ચોરી કરી ડુગાવા ગામની સીમમાં રાખી હોવાનું જણાવ્યું હતું.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!