ધાનેરા-નેનાવા ત્રણ રસ્તા નજીકથી બાઇક ચોર ઝડપાયો

- Advertisement -
Share

ધાનેરા-નેનાવા ત્રણ રસ્તા નજીકથી ધાનેરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાઇક ચોરને ઝડપી પાડ્યો હતો. આ અંગે ધાનેરા પોલીસે શખ્સની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા પોલીસે નેનાવા ત્રણ રસ્તા નજીક રાજસ્થાન તરફથી ધાનેરા તરફ આવતાં બાઇક નં જીજે-૦૮-બીજે-૭૯૩૯ ચાલકને રોકાવી બાઇકના કાગળો માંગતાં પોતાની પાસે નહીં હોવાનું જણાવતાં પોતે બાઇક ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે શામળારામ જાધાજી દેવાસી (રહે. ખીંમત, તા.ધાનેરા, મૂળ રહે. કરવાડા, તા.રાણીવાડા-રાજસ્થાન)ને તથા ચોરીમાં ગયેલ બાઇકને ધાનેરા પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha update 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!