બનાસકાંઠામાં ખેડૂતોના વીજ આંદોલન બાદ હવે જળ આંદોલન માટે ધાનેરામાં સભા યોજાશે

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ વીજ આંદોલન બાદ ફરી ખેડૂતો જળ આંદોલનને લઇ આજે ધાનેરા ખાતે ધાનેરા દાંતીવાડા લાખણી સહિતના સરહદી વિસ્તારના હજારો ખેડૂતો સાથે રાષ્ટ્રીય કિસાન સંગઠન સાથે મહારેલી બાદ સભા યોજાશે.

 

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો દ્વારા અગાઉ વીજ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું તે બાદ આજે ફરી ખેડૂતો જળ આંદોલનને લઇ ધાનેરા ખાતે આવેલ લાલચોકમાં રાષ્ટ્રીય કિસાન સંગઠન સહિત ધાનેરા, દાંતીવાડા, લાખણી, સહિતના સરહદી વિસ્તારના હજારો ખેડૂતો આજે મહારેલી યોજી સભા યોજાશે.

 

જિલ્લામાં સિંચાઇ માટે પાણી પૂરું પાડવા માટે અનેકવાર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ આવેદનપત્ર આપી તેમજ લેખિત મૌખિક રજૂઆત કરાઇ હતી પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો દ્વારા કરાયેલી રજૂઆતને સરકાર દ્વારા ધ્યાને લેતા આખરે ખેડૂતો રોષે ભરાયા છે.

 

બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા ત્રણ જળાશયોમાં સિંચાઇ માટે પાણી ન હોવાના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ દિવસેને દિવસે પાણીના તળ ઉંડા જઈ રહ્યા છે જેના કારણે ખેડૂતોને ખેતી કરવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આજે સિંચાઇ માટે પાણી પૂરું પાડવા માટે ધાનેરા ખાતે આવેલ લાલચોકમાં હજારોની સંખ્યામાં ખેડૂતોએ એકઠા થવાના છે હજારોની સંખ્યામાં ખેડૂતો મહારેલી યોજી જળ આંદોલન છેડવાના છે અને આ જળ આંદોલનમાં ખેડૂત આગેવાનો સહિત મોટી સંખ્યામાં જોડાવાના છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!