ડીસાની મુલાકાતે આવી રહેલ મુખ્યમંત્રી સમક્ષ કોંગ્રેસ આગેવાન ખેડૂતો અને નાગરિકોના પ્રશ્ને રજૂઆત કરશે

- Advertisement -
Share

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતી કાલે ડીસામાં વિવિધ કામોના નિરીક્ષણ તેમજ લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી સમક્ષ ડીસા કોંગ્રેસના આગેવાનો અને ગોપાલસેના વિવિધ માંગણીને લઈને રજૂઆત કરશે.

 

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાલે ડીસા આવી રહ્યા છે ત્યારે ડીસા સહીત જિલ્લાના વિવિધ પ્રશ્નો જેવા કે જિલ્લાવસીઓની જવાદોરી સમાન સીપુ અને દાંતીવાડા ડેમ ભરવા નહેર બનાવવાની માંગણી કરશે સાથે ખેડૂતોને રીસર્વે થયેલ જમીનમાં વધ-ઘટ થતા કર્મચારીઓ દ્વારા દીધેલ નાણાં બાબતે કાર્યવાહી કરવાની માંગ કરશે, આખોલ પાસેના પાણીના બોર બંધ કરી તળ બચાવવાની રજુઆત કરશે, ગુજરાતના પ્રથમ એલિવેટેડ ઓવરબ્રિજની લાઈટ ચાલુ કરવા અને સર્વિસ રોડનું નવીનીકરણ કરવાની માંગ કરશે અને નાનાજી દેશમુખ બગીચાને શરૂ કરવાની માંગ સહિત વિવિધ માંગણીઓને લઈને ગોપાલ સેના રજુઆત કરશે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!