બનાસકાંઠામાં 9 વિધાનસભા સીટોની મત ગણતરી ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાશે : ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે

- Advertisement -
Share

500 થી વધુનો કાઉન્ટીગ સ્ટાફ જોડાશે

 

બનાસકાંઠા જીલ્લામાં કુલ 72.49 ટકા મતદાન થયું છે. આવતીકાલે ગુરુવારે જીલ્લાની 9 વિધાનસભા સીટોની મત ગણતરી જગાણા એન્જીનીયરીંગ કોલેજમાં હાથ ધરવાની છે.
જેમાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ઇ.વી.એમ. ડેડીકેટેડ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે તેની સઘન સુરક્ષા રાખવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, એક વિધાનસભા સીટ પર પહેલાં રાઉન્ડમાં 14 ઇ.વી.એમ.ની ગણતરી કરવામાં આવશે જે થકી આવતાં તમામ વિધાનસભા બેઠકો ઉપર મત ગણતરી હાથ ધરાશે.
બનાસકાંઠાની 9 વિધાનસભાની સીટોની મત ગણતરી આવતીકાલે ગુરુવારે જગાણા એન્જીનીયરીંગ કોલેજમાં હાથ ધરાવવાની છે.
જેને લઇને તમામ ઇ.વી.એમ. ડેડીકેટેડ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે તેની સઘન સુરક્ષા સી.એ.પી.એફ. ના જવાનો કરી રહ્યા છે. ત્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.
બીજી બાજુ સી.સી. ટી. વી. કેમેરા દ્વારા પણ તેના ઉપર નજર રખાઇ રહી છે. 9 વિધાનસભાની તમામ બેઠકો ઉપર 14 ટેબલો ઉપર મત ગણતરી હાથ ધરાશે.
જેમાં વાવમાં 24 રાઉન્ડ, થરાદમાં 19 રાઉન્ડ, ધાનેરા 20 રાઉન્ડ, દાંતા 22 રાઉન્ડ, વડગામ 22 રાઉન્ડ, પાલનપુર 20 રાઉન્ડ, ડીસામાં 21 રાઉન્ડ, દિયોદર 19 રાઉન્ડ અને કાંકરેજમાં 22 રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરાશે. જેમાં 500 થી વધુનો કાઉન્ટીગ સ્ટાફ જોડાશે.
9 વિધાનસભાના 75 ઉમેદવારોના ભાવિ ઇ.વી.એમ. મશીનમાં સીલ છે. આવતીકાલે બપોર સુધી તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થઇ જશે અને તમામ વિધાનસભાના લોકોને પોતાના નવિન ધારાસભ્ય મળી જશે.

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!