બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગનો સપાટો : ડ્રોનની મદદથી ડીસાના કુંપટ નજીકથી બનાસ નદીમાંથી ખનીજ ચોરી ઝડપી પાડી

- Advertisement -
Share

કાર્યવાહીમાં એક હીટાચી મશીન, 2 સાદી રેતી ભરેલા ડમ્પર, 2 ટ્રેક્ટર અને 4 ખાલી ડમ્પર જપ્ત કર્યાં

 

બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની ટીમ બુધવારે વહેલી સવારે બાતમીના આધારે ખાનગી વાહનમાં બેસી કુંપટ ગામ નજીક પહોંચી હતી.

અને બનાસ નદીના પટમાં આકસ્મિક ડ્રોન સર્વેલન્સની મદદથી ચેકીંગ હાથ ધરતાં નદીના પટમાં બિન અધિકૃત રીતે ચાલતાં એક હીટાચી મશીન, 2 સાદી રેતી ભરેલા ડમ્પર, 2 ટ્રેક્ટર અને 4 ખાલી ડમ્પર મળી કુલ 9 વાહનો જપ્ત કર્યા હતા.
રૂ. 1.60 કરોડનો મુદ્દામાલ જપ્ત લઇ રૂ. 10 લાખનો દંડ વસૂલ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. ભૂસ્તર વિભાગની ઓચિંતી રેડને લઇને ભૂમાફીયાઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

 

આ અંગે ભૂસ્તર શાસ્ત્રી સુભાષભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ‘ખનીજ ચોરી કરતાં તત્વો સરકારી વાહનની રેકી રાખતાં હોય છે. સાથે વાહન જ્યારે નદીમાં ઉતરે ત્યારે પણ વોચ રાખતાં હોય છે. જેથી અમોએ હવે ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરી ખનીજ ચોરી ઝડપવામાં સફળતા મળી રહી છે.
એક માસ આગાઉ નાની આખોલ ગામમાં પણ ડ્રોનની મદદથી ખનીજ ચોરી ઝડપી હતી. ત્યારે બુધવારે વહેલી સવારે ખનીજ ચોરોને ઉંઘતા ઝડપી 9 વાહનો જપ્ત લઇ રૂ. 10 લાખનો દંડ વસૂલ કરવા કાર્યવાહી હાથ ધરી છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!