બનાસકાંઠામાં 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી : જીલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી

- Advertisement -
Share

કલેકટરે વરસાદના પગલે તંત્રને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કર્યો

 

બનાસકાંઠા જીલ્લામાં વરસાદની હાલમાં એન્ટ્રી થઇ રહી છે. ત્યારે હવામાન વિભાગે 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે કલેક્ટરે વરસાદના પગલે તંત્રને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કર્યો છે. જ્યારે જાનમાલ અને મિલ્કતને નુકશાન ન થાય તે પહેલાં તંત્રને ભલામણ કરી છે. પવન સાથે વરસાદ આવતાં ખેતરમાં ઉભેલ બાજરીના પાકને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.

 

 

જ્યારે સરહદી વિસ્તાર ભાભરમાં સૂસવાટા પવન સાથે વરસાદનું આગમન થયું છે. ભારે પવન સાથે વરસાદનું આગમન થતાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં ભાભર, પાંથાવાડા, દાંતીવાડા અને અંબાજી સહીત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. પવન સાથે વરસાદ નગરપાલિકાની પ્રિમોન્સૂન પ્લાનનો ભેદ ઉકેલશે.

From –Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!