ધાનેરાના વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં દુધ ગ્રાહકોએ હંગામો મચાવ્યો

- Advertisement -
Share

ધાનેરા તાલુકાના વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ગ્રામજનોની અધ્યક્ષતામાં ગઈકાલે સાધારણ સભા યોજાઇ હતી. જેમાં સાધારણ સભામાં વાછડાલ દૂધ મંડળીના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે, દૂધ મંડળીની કમીટીની નિમણૂંક મુદ્દે સાધારણ સભામાં દૂધ ગ્રાહકો દ્વારા હંગામો મચાવ્યો હતો. દૂધ મંડળીની સાધારણ સભામાં હંગામો મચાવતાં ગ્રામજનોને ડેરીના મંત્રીની સમજાવટ બાદ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

 

 

 

ધાનેરા તાલુકાના વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 2020/2021 માં રૂ. 55,50,000 નફાની ફાળવણી કરાઇ હતી. જેમાં બનાસકાંઠા જીલ્લામાં દૂધ ઉત્પાદકમાં સૌથી મોખરે છે. ત્યારે ધાનેરા તાલુકાના વાછડાલ ગામમાં પણ દૂધ મંડળીના ગ્રાહકો મોટા પ્રમાણમાં દૂધ ભરાવતા હોય છે. ત્યારે વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ગ્રામજનોની અધ્યક્ષતામાં સાધારણ સભાનું આયોજન કરાયું હતું. જેમાં સાધારણ સભામાં વાછડાલ દૂધ મંડળીના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સાધારણ સભામાં 2020/2021ના વાર્ષિક હીસાબો અને મંડળીના કર્મચારીઓને કામની વહેંચણી તેમજ જવાબદારી અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઇ હતી. જોકે, દૂધ મંડળીની કમીટીની નિમણૂંક મુદ્દે સાધારણ સભામાં દૂધ ગ્રાહકો દ્વારા હંગામો મચાવ્યો હતો. દૂધ મંડળીની સાધારણ સભામાં હંગામો મચાવતાં ગ્રામજનોને ડેરીના મંત્રીની સમજાવટ બાદ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

 

 

 

વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સાધારણ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી અને બનાસ ડેરીમાંથી 2020/2021ની વાછડાલ દૂધ મંડળીમાં રૂ. 55,50,000 નફાની ફાળવણી કરાઇ હતી. બનાસ ડેરીના સુપરવાઇઝર રમેશભાઇ જેગોડા દ્વારા એક પછી એક તમામ એજન્ડા પર વિસ્તૃત માહીતી આપી હતી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!