અમીરગઢ હાઇવે પર કોલસા ભરેલી ટ્રક પલ્ટી મારતા રોડની સાઇડમાં પસાર થઇ રહેલા વૃદ્ધા નીચે આવી જતા મોત

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસેથી પસાર થતા પાલનપુર આબુરોડ હાઇવે પર એક ટ્રેલર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેલર પલટી ખાઇ ગયું હતું. જેમાં રોડ પર પસાર થઇ રહેલાં વૃદ્ધા નીચે આવી જતા તેનું કરુણ મોત નિપજ્યું હતું.

અમીરગઢ હાઇવે પર ખુનીયાના પાટીયા પાસે પાલનપુર તરફથી આવી રહેલા ટ્રેલર ચાલકે વચ્ચે આવતા બાઈક ચાલકને બચાવવાં જતાં સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રેલર પલટી ખાઇ ગયેલ હતું. એ સમયે તે રસ્તા પરથી એક વૃદ્ધા પસાર થઇ રહ્યા હતા. તે ટ્રેલરમાં ભરેલા કોલસા નીચે દટાતાં ઘટના સ્થળે મોત થયું હતું. પોલીસે ક્રેન અને જેસીબીની મદદથી ચાર કલાકની જહેમત બાદ કોલસા અને ટ્રેલર હટાવી વૃદ્ધાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!