પ્રકૃતિને જીવંત રાખવા માટે પાલનપુરના યુવકનું બીજ બેંક અભિયાન, 70 પ્રકારના બીજનો સંગ્રહ

- Advertisement -
Share

પાલનપુરના યુવકે પ્રકૃતિને જીવંત રાખવા માટે બીજ બેંક નામે અનોખું અભિયાન હાથ ધર્યુ છે. વર્તમાન સમયે અલગ અલગ પ્રકારના 350 પ્રકારની દુર્લભ વનસ્પતિ સહિતના બીજનો સંગ્રહ છે. આ બીજ તેઓ જુદાજુદા વિસ્તારમાં લોકોને વિનામૂલ્યે આપી પકૃતિના રક્ષણ માટે સેવા યજ્ઞ આદર્યો છે. પાલનપુરના સરકારી વસાહતમાં રહેતા અને શિક્ષક નિરલ પટેલે બીજ બેંક અભિયાન શરૂ કર્યુ છે. તેમણે જણાવ્યું કે, પ્રકૃતિ ચારેતરફ વિસ્તરે જુદા જુદા વિસ્તારમાં જઇને જુદા જુદા વૃક્ષો ફૂલોને વેલોનું વિસ્તરણ થાય તે હેતુથી સમગ્ર ગુજરાતમાં વિનામૂલ્યે બીજને પહોંચાડી રહ્યો છુ.

 

 

ગુજરાતના ઘણાં વિસ્તારમાંથી પ્રકૃતિપ્રેમીઓ મને પણ બીજ મોકલે છે. પ્રકૃતિને ફરી જીવંત કરવાના નવા ઉદ્દેશ સાથે હું આ અભિયાન ચલાવી રહ્યો છું. ગુજરાતના ઘણા વિસ્તારમાં મેં વિનામૂલ્યે બીજ વિતરણ કર્યું છે. પ્રકૃતિ પ્રેમીઓનો સહકાર મને મળ્યો છે. આવું કામ કરવાનો મને આનંદ આવે છે. અત્યારે મારી પાસે 70 પ્રકારના અલગ-અલગ પ્રકારના બી નો સંગ્રહ થયેલો છે. વધારે બીજ હોય તો હું તેને પ્રકૃતિ પ્રેમીઓમાં વિતરણ કરું છું.

 

 

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં બદલાતા વાતાવરણમાં વર્ણસંકર બી મરી રહ્યા છે, કપાસ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. તેથી લાખો ખેડુતોને હવે દેશી બિયારણ જોઈએ છે. સ્વદેશી બિયારણ અપનાવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો કપાસ છોડીને બીજા પાકો તરફ જઈ રહ્યાં છે. ઘણાં લોકો બીજ બેંક ઊભી કરી રહ્યાં છે. પરંપરાગત ખેતી સાથે, દેશી બિયારણની માંગ છે.

 

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!