ડીસાનાં CAની પત્ની હત્યા મામલે પતિ બાદ વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

- Advertisement -
Share

તા.26/12/2020 નાં રોજ ડીસાથી ગેળા હનુમાન પગપાળા નીકળેલ દંપતી પૈકી પત્નીનું એક અકસ્માતમાં મોત નીપજયાની ઘટના સામે આવી હતી જોકે ભીલડી પોલીસની વધુ તપાસમાં ઘટનાના (આશરે)42 દિન બાદ તે ઘટના અકસ્માત નહિ પણ હત્યાનો મામલો હતો.

તેના પતિ CA લલિત માળીની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી જયારે ઘટના (આશરે) 76 માં દિવસે પાલનપુર LCB દ્વારા હત્યાના મામલમાં સામેલ વધુ એક આરોપીને પોલીસે ઝડપી પડ્યો છે.

 

 

જેના લાંબા આયુષ્ય માટે કરવાચોથનું વ્રત કરતી તેણે જ જીવનદોરી કાપી નાખી : કરોડનો વીમો અને પ્રેમિકાને પામવા માટે મિત્રના હાથે કરાવી પત્નીની હત્યા.

 

 

મૂળ આલવાડાનાં અને હાલે ડીસા ખાતે રહેતા CA લલિત માળી પોતે ડીસામાં CA તરીકેની પ્રેક્ટીસ કરતા હતા અને તેઓના લગ્ન દાંતીવાડા તાલુકાના દક્ષા નામની યુવતી સાથે થયા હતા જેઓ ઘણા સમયથી પોતાન વતનથી દુર ડીસામાં વ્યવસાય હોવાથી ડીસામાં જ બંને દમતી રહેતા હતા ને ગત.26/12/2020નાં રોજ CA લલિત માળી તેમના પત્ની દક્ષાબેન સાથે ગેળા હનુમાન જવા પગપાળા નીકળેલ હતા કાતરવા નજીક પહોચતા એક પુર ઝડપે આવતી કારે દક્ષાબેનને ટક્કર મારી અકસ્માતમાં મોત નીપજાવ્યું હતું. જયારે ભીલડી પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતકની લાશને પી.એમ.અર્થે ડીસા સિવિલ ખસેડી હતી અને અકસ્માતનો ગુન્હો નોધી આગળની તપાસ હાથ ધરી હતી.

 

 

અકસ્માતની ઘટના 42 દિવસ બાદ ભીલડી પોલીસ દ્વારા નવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે 26/12/2020 ની ઘટના અકસ્માત નહી પણ એક આયોજનપૂર્વક કરાયેલ હત્યા હતી અને હત્યામાં સામેલ દક્ષાબેનનાં પતિ CAની પોલીસે અટકાયત કરી તપાસ આગળ વધારી હતી જોકે તે દરમિયન આ હત્યાના કાવતરામાં અન્ય બે મદદગરના નામ સામેલ હોવાનું પણ ચર્ચામાં હતું.

 

 

થોડાક દિવસ અગાઉ ભીલડી પોલસ સ્ટેશનનાં કેસને LCB પોલીસને સોપવામાં આવ્યો હતો ત્યારે પોલીસની તપાસ ચાલુ હતું અને પોલીસ મહાનનરીક્ષક બોર્ડર રેન્જ, ભજુ તથા તરૂણ દુગ્ગલ SP બનાસકાાંઠા, પાલનપરુનાઓએ ભીલડી પોલીસ સ્ટેશનએ કલમ 302 વગેરે મુજબના કામના આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે એલ.સી.બી પાલનપરુના પોલીસ ઇન્સ્પેકટર એચ.પી.પરમારના માર્ગદર્ગન મુજબ એલ.સી.બી. પોલીસ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.જી.દેસાઇ તથા એલ.સી.બી. પોલીસના માણસો કપાસીયા રામે પેટ્રોલિંગમાં હતા.

 

 

દરમ્યાન બાતમીની હકીકત આધારે ભીલડી પોલીસ સ્ટેશન કલમ 302 વગેરે મુજબના ગુન્હાના નાસ્તા ફરતા આરોપી મહશ નવરાજી માળી (ગેલોત) ઉ.વ. – 36 ધંધો – ડ્રાઇવીંગ રહે – વડલીફાર્મ તા.ડીસા હાલ રહે. ચુનાકાકા પાર્ક, ત્રણ હનુમાન રસ્તા વાળાઓને નાકાબંધી કરી ગુન્હાના કામે વપરાયેલ સ્વીફ્ટ ગાડી સાથે પકડી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી.

 

 

એલ.સી.બી. પોલીસ દ્વારા અત્યારે તો એક આરોપ સહીત ગુનાનાં કામે વપરાયેલ સીફટ કારને પોતાના કબજે કરેલ છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!