ગાયના વાછરડાની હત્યા કરવામાં આવી રહી છે વેક્સીન માટે : RTIના જવાબથી સરકારે સત્ય સ્વીકાર્યું

- Advertisement -
Share

કોવેક્સિન બનાવવા માટે ગાયના વાછરડાંના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે 20 દિવસથી પણ ઓછી ઉંમરનાં વાછરડાંની હત્યા કરવામાં આવે છે. આ દાવો કોંગ્રેસના નેશનલ કોર્ડિનેટર ગૌરવ પાંધીએ બુધવારે કર્યો છે. પાંધીએ આ બાબતે એક RTIમાં મળેલા જવાબને શેર કર્યો હતો. તેમણે દાવો કર્યો છે કે આ જવાબ વિકાસ પટની નામની વ્યક્તિની RTI પર સેંટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ આપ્યો છે.

 

 

વાછરડાંના સીરમનો ઉપયોગ વીરો સેલ્સના રિવાઈવલ પ્રક્રિયા માટે કરવામાં આવે છે. એનો ઉપયોગ કોવેક્સિનના નિર્માણ માટે કરવામાં આવે છે. પાંધીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકારે માની લીધું છે કે ભારત બાયોટેકની વેક્સિનમાં ગાયના વાછરડાનું સીરમ સામેલ છે. આ ખૂબ જ ખોટું છે. આ જાણકારીને પહેલાં જ લોકોને જણાવવી જોઈતી હતી.

 

 

આ પહેલાં એક રિસર્ચ પેપરમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે કોવેક્સિન બનાવવા માટે નવજાત પશુના બ્લડના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. એનો પ્રથમ વખત કોઈ વેક્સિનમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો ન હતો. આ બધું બાયોલોજિકલ રિસર્ચનો જરૂરી ભાગ હોય છે.

 

 

રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોવેક્સિન માટે નવજાત વાછરડાનું 5%થી 10% સીરમની સાથે ડલબેકોના મોડિફાઇડ ઇગલ મીડિયમ (DMEM)નો ઉપયોગ કરવામાં આવે છે. DMEMમાં અનેક જરૂરી પોષક તત્ત્વ હોય છે, જે સેલને વિભાજિત કરવા માટે જરૂરી હોય છે.

 

 

 

સરકારે શું કહ્યું..?

ગૌરવ દ્વારા ટ્વિટ કરવામાં આવેલા આરટીઆઈ જવાબમાં મોદી સરકારે સ્વીકાર્યું કે કોવેક્સિનમાં ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ થાય છે. તેમાં 20 દિવસના વાછરડાને મારીને તેનું લોહી કાઢીને વેક્સિન બનાવવામાં વપરાય છે. આ જધન્ય અપરાધ છે. આ જાણકારી પહેલા સામે આવવી જોઈતી હતી.

 

 

 

વિવાદ પર ભારત બાયોટેકે આપી આ સ્પસ્ટતા

આ દાવા પર સોશિયલ મીડિયા પર સતત સવાલ ઊભા કરાઈ રહ્યાં છે. તમામ સવાલોની વચ્ચે ભારત બાયોટેક દ્વારા પણ સ્પસ્ટતા અપાઈ છે. ભારત બાયોટેકે જણાવ્યું કે વાયરલ વેક્સિન બનાવવા માટે ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ કરાય છે. તેનો ઉપયોગ સેલ્સના ગ્રોથ માટે કરાય છે પરંતુ SARS CoV2 વાયરસના ગ્રોથ અથવા ફાઈનલ ફોર્મ્યુલામાં તેનો ઉપયોગ થતો નથી.

 

 

સ્વાસ્થ્ય મંત્રાલયનું નિવેદન

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં કહેવાયું કે નવજાત વાછડાના સીરમનો ઉપયોગ ફક્ત વેરો સેલ્સને તૈયાર કરવામાં તથા વિકસીત કરવા માટે કરવામાં આવે છે.

 

દુનિયાભરમાં વીરો સેલ્સની ગ્રોથ માટે અલગ અલગ પ્રકારના ગૌવંશ તથા બીજા પ્રાણીઓના સીરમનો ઉપયોગ કરાય છે. આ ગ્લોબલ સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે. પરંતુ તેનો ઉપયોગ શરુઆતના તબક્કામાં જ થાય છે. વેક્સિનના ઉત્પાદનમાં છેલ્લા તબક્કામાં તેનો કોઈ ઉપયોગ થતો નથી. આ રીતે તેને વેક્સિનનો હિસ્સો ન ગણી શકાય.

 

મંત્રાલયે કહ્યું કે દાયકાઓથી વાછડાના સીરમનો ઉપયોગ પોલિયો, રેબિસ તથા ફ્લુની દવામાં કરવામાં આવતો હોય છે. મંત્રાલયે કહ્યું કે વીરો સેલ્સને ડેવલપ કર્યા બાદ ઘણી વાર પાણી અને કેમિકલ્સથી ધોવામાં આવે છે. આ પ્રોસેસને બફર પણ કહેવાય છે. ત્યાર બાદ આ વેરો સેલ્સને વાયરલ ગ્રોથ માટે કોરોના વાયરસ સાથે સંક્રમિત કરવામાં આવે છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!