એ.સી.બી ની સફળ ટ્રેપથી ભ્રષ્ટાચાર આચરનાર 4 સરકારી બાબુઓ ઝડપાયા

- Advertisement -
Share

એસીબીને તા.16/04/2021ના રોજ બાતમી મળેલ કે, ’’અરવલ્લી જીલ્લામાં જીએસટી ની ફરતી મોબાઇલના અધિકારી/ કર્મચારીઓની દરરોજ બપોરના 12 વાગે ફરજની શીફટ બદલાય છે. જીએસટીની ફરતી મોબાઇલના અધિકારી/ કર્મચારીઓ તેમની ફરજ દરમ્યાન ભ્રષ્ટાચાર કરીને અપ્રમાણિકપણે ગેરકાયદેસર રીતે નાણાં ઉઘરાવે છે.

 

 

 

ઉતરતી શીફટના અધિકારી/ કર્મચારીઓ ગેરકાયદેસર રીતે મેળવેલ મોટી રકમ લઇને જેતે દિવસે વાદળી રંગની અર્ટીકા કારમાં રંગપુર પાસે આવેલ જીએસટી ચેકપોસ્ટથી નીકળી ગાંધીનગર/ અમદાવાદ તરફ જનાર છે.

 

 

જે બાતમી હકીકત આધારે તા.16/04/2021ના રોજ એસીબી સ્ટાફ તથા બે સરકારી પંચોને સાથે રાખી સદર બાતમી હકીકતની ખરાઇ કરવા સારૂ શામળાજીથી હિંમતનગર તરફ જતા નેશનલ હાઇવે ઉપર કોઇને શકવહેમ ના જાય તે રીતે ઉભા રહી કાર ચેક કરતા કારમાં મુકેલ થેલામાંથી જુદા જુદા દરની ચલણી નોટો કુલ રૂ. 6,51,000/- મળી આવેલ, સદર રકમ કયાંથી લાવેલ છે? તેમજ સદર રકમ કાયદેસરની હોવા બાબતેના આધાર પુરાવા રજુ કરવા ઉપરોકત ચારેય કર્મચારીઓને વારાફરતી પુછતાં સદર રકમ કાયદેસરની હોવા બાબતે કોઇ સંતોષકારક ખુલાસો તેઓએ આપેલ નહીં.

 

 

 

જેથી ચારેય કર્મચારીઓ દ્વારા પોતાની સરકારી ફરજ દરમ્યાન ભ્રષ્ટાચાર કરીને, અપ્રામાણિકપણે સદર રોકડ રકમ રૂ. 6,51,000/-મેળવી, પોતાની પાસે રાખી મળી આવેલ અને સદર રકમ કાયદેસરના સાધનોમાંથી કે કોઇ પ્રામાણિક કાર્યરીતીથી મેળવેલ ના હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાતું હોઇ અરવલ્લી એ.સી.બી. પો.સ્ટે. મોડાસા જાણવા જોગ નં. 01/2021 દાખલ કરેલ.

 

 

 

બાદ તપાસના કામે વધુ પુછપરછ કરતા તેઓએ આ બાબતે સંતોષકારક ખુલાસો કે દસ્તાવેજી પુરાવો રજુ કરેલ ન હોય તેઓ તમામ વિરૂધ્ધમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 (સુધારા અધિનિયમ 2018) નીકલમ 7, 12, 13 (1) (A) તથા 13(2) મુજબ ગુન્હો નોધ્યો.

 

 

સ્થળ :- શામળાજી – હિંમતનગર નેશનલ હાઇવે નં.8 પર વાંટડા ટોલનાકા પાસે, તા. મોડાસા જી.અરવલ્લી.

ફરિયાદી:- સી.ડી.વણઝારા પો.ઈ. અરવલ્લી એ.સી.બી.

આરોપી :-

(1) મહેન્દ્રકુમાર મનજીભાઇ પ્રજાપતિ, રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3, શામળાજી જી.એસ.ટી. ચેકપોસ્ટ,

(2) વિશ્વાનંદ કેશવદાસ જાદવ, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3, શામળાજી જી.એસ.ટી. ચેકપોસ્ટ,

(3) હાર્દિક દિલીપભાઇ લાંબા, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩, શામળાજી જી.એસ.ટી. ચેકપોસ્ટ,

(4) રોહીતકુમાર ગુણવંતલાલ ત્રિવેદી, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩, શામળાજી જી.એસ.ટી. ચેકપોસ્ટ,

 

 

 

સર્ચ કરનાર તથા ગુન્હો દાખલ કરનાર અધિકારી:-

સી.ડી.વણઝારા પો.ઈ. અરવલ્લી એ.સી.બી. પો.સ્ટે.

સુપરવિઝન અધિકારી:- એચ.બી.ગામેતી

ઇન્ચાર્જ મદદનિશ નિયામક,એ.સી.બી., ગાંધીનગર એકમ, ગાંધીનગર.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!