શિહોરીમાં જુગાર રમતા 12 ઇસમો મળી આવ્યા : 3 ઇસમો પોલીસની ઝડપમાં, 9 નાસવામાં સફળ રહ્યા

- Advertisement -
Share

બનાસકાંઠાના શિહોરીમાં ધોડી પાસાનો જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા. શિહોરીના ઉમરી રેલવેસ્ટેશન પાસે ધોડી પાષા વડે પૈસાથી હાર જીતનો જુગાર રમાતો હોવાની ખાનગી બાતમી મળતા શિહોરી પોલીસે ઓચિંતી રેઇડ પાડી હતી.

 

 

શિહોરી પોલીસ મિલ્કત સબંધી પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળતા શિહોરીના ઉમરી રેલવેસ્ટેશન પાસે ધોડી પાષા વડે પૈસાથી હાર જીતનો જુગાર રમતા 3 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા જયારે 9 ઇસમો નાસી જવામાં સફળ રહ્યા હતા.

 

 

શિહોરીમાં જુગાર રમતા ઝડપાયેલા 3 ઇસમો પાસેથી રોકડ રકમ રુ 17,520 તથા બાઇક 2 રુ 50,000 તથા મોબાઇલ 2 રુ 5,500 મળી કુલ મુદ્દામાલ રુ 73,020 જપ્ત કરાયો.

 

 

ઝડપાયેલા 3 ઇસમો (1)સહદેવસિહ જીતુભા વાધેલા, ઊમરી ( 2)ગજુભા ચપુભા વાધેલા, ઊમરી તા કાકરેજ (3)બુધ્ધાભાઇ વિઠ્ઠલભાઈ મકવાણા રહે બરવાળા, સુરેન્દનગર અને નાસી ગયેલા 9 ઇસમો સદરે તમામ 12 ઇસમો વિરુદ્ધ શિહોરી પોલીસ દ્વારા જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!