ધાનેરાના 15 ગામોના વિદ્યાર્થીઓને કોરોના કાળ બાદ બસ ચાલુ ન થતાં ધરણાં પર ઉતરી ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

 

ધાનેરા બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ભભૂક્યો હતો. જેમાં કોરોના કાળ બાદ 15 ગામના વિદ્યાર્થીઓને બસ ચાલુ ન થતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

 

 

જેથી બુધવારે વિદ્યાર્થીઓ દ્વારા બસ ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવી અર્ધનગ્ન અવસ્થામાં બસની આગળ ધરણાં પર ઉતર્યાં હતા અને 5 દિવસમાં બસ શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

 

 

બનાસકાંઠા જીલ્લામાં આવેલ ધાનેરામાં બુધવારે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. જેમાં વિદ્યાર્થીઓને અવર-જવર માટે બસની અગવડ પડતી હોવાના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ આક્રોશ ભભૂક્યો હતો.

 

 

જેમાં કોરોના કાળ બાદ આજુબાજુના 15 જેટલાં ગામોના વિદ્યાર્થીઓને બસ ચાલુ ન થતાં હાલાકીનો સામનો કરતા હતા. જેથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ ધાનેરા બસ સ્ટેન્ડમાં ઉગ્ર વિરોધ કર્યો હતો.

 

 

રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ બસ ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવી અર્ધ નગ્ન અવસ્થામાં બસ આગળ ધરણાં પર ઉતર્યાં હતા અને લાખણી-ધાનેરા બસ શરૂ કરવા ઉગ્ર માંગ કરાઇ હતી. જો 5 દિવસમાં બસ શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

 

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!