ડીસાના એક ગામે બંધ મકાનમાં ચોરી : અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ

- Advertisement -
Share

ડીસાના ભાટસણ ગામે તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી મકાનમાંથી સોનાના દાગીના સહિત અંદાજે 6 લાખ ઉપરાંતની ચોરી કરી પલાયન થઈ જતા મકાન માલિકે ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠામાં તસ્કરોને જાણે પોલીસનો ડર ના હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. તસ્કરો હવે શહેર વિસ્તાર બાદ ગ્રામીણ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે આજે ડીસા તાલુકાના ભાટસણ ગામે રહેતા કીર્તિભાઈ માળીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
તસ્કરોએ મકાનમાં પ્રવેશી મકાનમાં પડેલ તિજોરીના લોક તોડી સોનાના દાગીના સહિત અંદાજીત 6 લાખના મુદામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે બાદ મકાન માલિકે તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!