ડીસામાં સરહદની રક્ષા કરતાં સૈન્યના જવાનો માટે રોટરી ક્લબ દ્વારા મેગા મેડીકલ કેમ્પ યોજાયો

- Advertisement -
Share

 

સેવા જેનો જીવન મંત્ર છે અને સતત સેવાકીય પ્રવૃતિમાં અગ્રેસર એવી રોટરી ક્લબ-ડીસા દ્વારા વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે ગત ગુરૂવારે દાંતીવાડામાં એક મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરાયું હતું.

 

 

જેમાં બી.એસ.એફ. બટાલિયનના જવાનો જે દેશની સુરક્ષા માટે હર હંમેશ તૈયાર અને ખડેપગે ઉભા હોય છે. ત્યારે આવા વીર જવાનો અને એમના પરિવાર માટે ડીસા રોટરી ક્લબ દ્વારા શનિવારે એક મેગા મેડીકલ કેમ્પનું સફળ આયોજન કરાયું હતું.

 

જેમાં રોટરી ક્લબ ડીસાના પ્રમુખ અને જાણીતા ઓર્થોપેડીક સર્જન ડૉ. પ્રવિણભાઇ ઠક્કર અને પ્રોજેક્ટ ચેરમેન પીડીયાટ્રીશિયન ડૉ. ભરતભાઇ શાહ અને મેડીકલ ઓફીસર ડૉ. ભરતભાઇ પટેલની આગેવાનીમાં ફીઝીશિયન ડૉ.બળવંતભાઇ પંચાલ, ગાયનેકોલોજીસ્ટ ડૉ. દેવલ શાહ, ડૉ. વિજયભાઇ સૈની, ડૉ. રાજન મહેતા, ડૉ. તુષારભાઇ પટેલ

 

અને ડૉ. ચંપકભાઇ ઝલમોરાની ટીમ દ્વારા 200 કરતાં વધારે દર્દીની તપાસ કરી એમને જરૂરી મેડીસન કેમીસ્ટ એસોસીએશન-ડીસાના સુહાસભાઇ, હરેશભાઇ ઠક્કર, રમેશભાઇ, વાસુભાઇ ઠક્કર અને ટીમ દ્વારા આપવામાં આવ્યા હતા.

 

કેમ્પની શરૂઆતમાં બટાલિયન 123 ના સી. ઓ. રાજશેખરના નેતૃત્વમાં સેકન્ડ કમાન્ડન્ટ પરમાનંદ શુક્લા અને ટીમ દ્વારા રોટરી ક્લબના પ્રેસિડેન્ટ અને સેક્રેટરી ગોપાલભાઇ જોષી તેમજ સમગ્ર ટીમનું મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું.

 

જ્યારે કોઇ પણ કામ માટે હરહંમેશ તૈયાર રહેનાર રોટરી ક્લબ-ડીસાનો આભાર માન્યો હતો તેમજ મેડીકલ કેમ્પમાં સેવા આપનાર સર્વે તબીબ મિત્રો અને કેમીસ્ટ એસોસીએશનનો આભાર માન્યો હતો. જ્યારે નાસ્તાની સુંદર વ્યવસ્થા બી.એસ.એફ ના જવાનો દ્વારા કરાઇ હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!