વડગામ તાલુકાના બસુ ગામે ગ્રામજનોના સ્વૈચ્છિક ફાળાથી 20 બેડની કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરાઇ

- Advertisement -
Share

વડગામ તાલુકાના બસુ ગામે ગ્રામજનોના સ્વૈચ્છિક ફાળાથી 20 બેડની કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરાઇ

  • ઓક્સિજન સુવિધા સાથે ગ્રામજનોએ કોવિડ કેર હોસ્પિટલ શરુ કરી
  • મેડિકલ સ્ટાફ અને મેડિસિન પુરી પાડવા ગ્રામજનોની માંગ

બનાસકાંઠા જિલ્લામાં કોરનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જિલ્લા અનેક ગામોમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે વડગામ તાલુકાના બસુ ગામે ગ્રામજનોના સ્વૈચ્છિક ફાળાથી 20 બેડની ઓક્સિજન સુવિધા સાથે કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરાઇ છે.

 

બસુ ગામે ગ્રામજનોના સ્વૈચ્છિક ફાળાથી દર્દીઓને સારવાર અને સુવિધા મળી રહે એ હેતુથી ગામમા કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરાઇ છે. ગામમાં યુવાનો ડોક્ટર હોય અથવા મેડિકલ સ્ટાફ હોય તે સેવા આપી રહ્યા છે.

 

બસુ ગ્રામ પંચાયત અને ગામ લોકોના સહકારથી બસુમાં કોવિડ કેર હોસ્પિટલ શરૂ થઈ છે. ખાસ કરીને ઓક્સિજનની જરૂરિયાત હોય છે ઓક્સિજનની જરૂરીયાત વાળા દર્દીઓ વધુ આવતા હોય છે ત્યારે દરેક બેડમાં ઓક્સિજન મળી રહે તે હેતુથી ગ્રામજનોએ સ્વૈચ્છિક ફાળા સાથે હોસ્પિટલ શરૂ કરી છે.

 

ગ્રામજનોની માગણી છે કે, અમે આ પ્રયાસ કર્યો છે પરંતુ આજુબાજુના દસ ગામના દર્દીઓની સારવાર કરવા માટે અમને મેડિકલ સ્ટાફ અને મેડિસિન પુરી પાડવામાં આવે તો વધુમાં વધુ લોકોની સેવા કરી શકીએ.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!