લાખણીમાં કેનાલના પુલ નજીક ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતાં ડ્રાઇવર ઘાયલ

- Advertisement -
Share

બસ કેનાલમાં ખાબકતાં સદ્દનસીબે બચી જતાં મોટી જાનહાની ટળી

લાખણીમાં કેનાલના પુલ નજીક મંગળવારે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસના ડ્રાઇવરને ઇજાઓ પહોંચતાં ૧૦૮ વાન મારફતે સારવાર અર્થે હોÂસ્પટલમાં ખસેડાયો હતો. જ્યારે બસ કેનાલમાં ખાબકતાં સદ્દનસીબે બચી જતાં મોટી જાનહાની ટળી હતી.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતની વણઝારનો દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે મંગળવારે ડીસા તરફથી પૂરપાટઝડપે આવી રહેલી બસ નં. જીજે-૧૮-ઝેડ-૨૦૦૧ ના ડ્રાઇવરે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રક નં. આરજે-૦૪-જીએ-૩૯૨૩ ને ધડાકાભેર ટકરાતાં બસના ડ્રાઇવરને ઇજાઓ પહોંચતાં ૧૦૮ વાન મારફતે સારવાર અર્થે હોÂસ્પટલમાં ખસેડાયો હતો. જ્યારે બંને વાહનોને ભારે નુકશાન થયું હતું. જા કે, બસ કેનાલમાં ખાબકતાં સદ્દનસીબે બચી જતાં મોટી દુર્ઘટના ટળતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!