થરાદમાં કોરોના કાળમાં હજારો લોકો સાથે જામ્યો હતો લોકડાયરો : પોલીસ કાને બેહરી અને આંખો બંદ કરીને થવા દીધો ડાયરો

- Advertisement -
Share

બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ તાલુકાના વડગામડા ગામે કોરોનાના નિયમોને નેવે મૂકીને યોજવામાં આવેલા લોક ડાયરા બદલ આયોજક અને કલાકારો સહિત કુલ 12 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જ્યારે આટલો મોટો કાર્યક્રમ થઈ ગયો તેની ખબર કેમ ન પડી તે અંગે ફરજમાં બેદરકારી દાખવવા બદલ એક P.S.I અને બે પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ ત્રણ પોલીસકર્મીને સ્પેન્ડ કરી દેવાયા છે. આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ ગામના તલાટી અને સરપંચને પણ ખુલાસો કરવા માટે નોટિસ ફટકારી છે. ખુલાસા બાદ બંને સામે કાર્યવાહી કરવામાં આવશે.

 

 

થરાદના વડગામડામાં હિંગળાજ ધામ ખાતે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરાનું આયોજન ધનજી પટેલ નામના શખસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વનિતા પટેલ, સુરેશ કાપડી, ઇશ્વરદાન ગઢવી સહિતના 10 કલાકારો હાજર રહ્યાં હતાં, જેમને સાંભળવા માટે વડગામડાનાં ગ્રામજનો ઉપરાંત આસપાસના લોકો એકત્ર થયા હતા. મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં સોશિયલ ડિસ્ટન્સ જેવું કંઇ જ જળવાયું ન હતું અને કલાકારો પણ જાણે કે કોરોના છે જ નહીં એ રીતે માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા હતા. આ ડાયરા માટે આયોજકે કોઈ પણ જાતની પરવાનગી પણ લીધી ન હતી. આ ડાયરાના વીડિયો વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને આયોજકના ઘરે જઈને પૂછપરછ બાદ તની ધરપકડ કરી હતી.

 

 

 

આ સમયે સમગ્ર ઘટના માટે જવાબદાર એવા આયોજક ધનજી પટેલ લાજવાને બદલે ગાજવાનું શરૂ કર્યું હતું. ધનજીએ કહ્યુ હતુ કે, અન્ય નેતાઓ જ્યારે રેલી અને સભાઓ યોજી સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરે છે ત્યારે તેમની સામે કાર્યવાહી થતી નથી. આથી આ તમામ નેતાઓ સામે કાર્યવાહી થાય ત્યારબાદ જ દંડ ભરીશ તેવું કહીને દંડ ભરવા માટે નનૈયો ભણી દીધો હતો. આ મામલે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરુણકુમાર દુગ્ગલે જણાવ્યું હતું કે, “સરકારી ગાઇડલાઇન ભંગ કરી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડનાર આયોજક સહિત તમામ કલાકારો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ કાર્યક્રમના આયોજક ધનજી પટેલ અને કલાકારો તેમજ મંડપ અને સાઉન્ડ લગાવનાર સહિત કુલ 12 લોકો સામે ફરિયાદ નોંધી છે. જ્યારે ફરજમાં બેદરકારી દાખવવા બદલ સ્થાનિક પીએસઆઇ અને બે કોન્સ્ટેબલ સહિત ત્રણ પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરાયા છે.”

 

 

 

 

આ કાર્યક્રમમાં આયોજકે થરાદ એસીપી પૂજા યાદવ, બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબત પટેલ સહિત ધારાસભ્યો અને આગેવાનોને પણ મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કર્યા હતા. જોકે, તેમાંથી કોઇ જ નેતા કે અધિકારી કાર્યક્રમમાં હાજર ન હતા. એવામાં મુખ્ય મહેમાન તરીકે પત્રિકામાં ના છાપવા બદલ એસીપી પૂજા યાદવે પણ આ મામલે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી.

 

 

 

—– સસ્પેન્ડ કરવામાં આવેલ વ્યક્તિઓ —–

1) એમ. એમ. કુરેશી (પીએસઆઇ)

2) અશોકભાઈ સદાભાઈ (હેડ કોન્સ્ટેબલ)

3) વાહજીભાઈ (હેડ કોન્સ્ટેબલ)


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!