બનાસકાંઠામાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 150 શિક્ષકોની ખાલી પડેલી ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જુદા જુદા વિષયના શિક્ષકોની ખાલી પડેલી બેઠકો ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં હાલ ઉમેદવારોના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન હાથ ધરાયુ છે. જે પૂર્ણ થયા બાદ શિક્ષણ વિભાગ દ્રારા મેરીટ તૈયાર કરાશે. જેમાં પસંદગી પામેલ ઉમેદવારોને સ્થળ પસંદગી કર્યા બાદ નિમણૂક પત્રો આપવામાં આવશે.

 

Advt

 

રાજ્યમાં બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની જુદા જુદા વિષયની 2500 જેટલી ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

જેમાં બનાસકાંઠામાં સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક વિભાગમાં જુદા જુદા વિષયની 150 જેટલી ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે ટેટ પાસ કરેલ ઉમેદવારોની મેરીટ યાદી પ્રમાણે બનાસકાંઠામા 760 ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જેમાં બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગની 10 ટીમો દ્વારા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની ત્રિ-દિવસીય પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેનો રિપોટ શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિને સોંપાશે.

 

 

જે બાદ સમિતિ દ્વારા મેરિટ યાદી તૈયાર કરી મેરીટના આધારે ઉમેદવારોની પસંદગી કરાશે. જે-તે જિલ્લામાં ખાલી પડેલ જગ્યાઓ માટે સ્થળ પસંદગી કરી ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. જેને લઈ બનાસકાંઠા જિલ્લામાં આવનારા સમયમાં માધ્યમિક શિક્ષકોની ઘટ પુરાઈ જશે.

From – Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!