અમેરિકાના અલાબામા પ્રાંત પર 8 ચક્રવાત ત્રાટકતાં તારાજી, પાંચનાં મોત :

- Advertisement -
Share

અમેરિકામાં દક્ષિણે આવેલા અલાબામા પ્રાંતમાં ચક્રવાતે હાહાકાર સર્જ્યો છે. અહીંયા એક પછી એક 8 ચક્રવાત ત્રાટકતાં વૃક્ષો ઉખડી ગયાં હતાં, મકાનો ધરાશાયી થયાં હતાં, સંખ્યાબંધ વાહનોને નુકસાન પહોંચ્યું હતું અને વીજ પુરવઠો ખોરવાયો હતો. પ્રતિકલાક 135 માઇલની ઝડપે ચક્રવાત ત્રાટકતાં પ્રાંતમાં 5 વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં અને સંખ્યાબંધ લોકોને ઘાયલ કર્યા હતાં. પાંચ મૃતકોમાં એક જ પરિવારના 3 સભ્યોનો પણ સમાવશ થતો હતો. ચક્રવાત પસાર થયા પછી ચોમેર તારાજીના દૃશ્યો જોવા મળ્યા હતા.

ચક્રવાત ફુંકાયા પછી ફોન કે ઇન્ટરનેટ સેવા વિના જ લોકોને સંખ્યાબંધ કલાક પસાર કરવા પડયા હતા. તે પછી ફોનલાઇન્સ દુરસ્ત કરવામાં આવી હતી. વીજળીના થાંભલા ઉખડી જતાં લોકોને વીજ પુરવઠા વિના જ સમય પસાર કરવો પડયો હતો. બહારથી મદદ આવી પહોંચે તે પછી તમામ સેવાઓ ફરી શરૂ થતાં સમય લાગી શકે છે.

અલાબામાના 46 કાઉન્ટી માટે હજી ઇમરજન્સી જાહેર કરેલી છે. હજી પણ કુદરતી આપત્તિ ગમે ત્યારે ત્રાટકી શકે છે. ર્બિંમગહામ ખાતે અસરગ્રસ્તો માટે રાહત શિબિરો શરૂ કરવામાં આવી છે.

 

From – Banaskantha Update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!