એ.સી.બી ની સફળ ટ્રેપથી થરાનો પોલીસકર્મી રંગે હાથ લાંચ લેતો ઝડપાયો

- Advertisement -
Share

થરા પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસ કર્મી 18 હજારની લાંચ લેતા પાટણ એ.સી.બીએ ઝડપી લીધો હતો. જુગારના કેસમાં ઝડપાયેલા વ્યક્તિને હેરાન ન કરવા લાંચ માંગી હતી, જોકે પાટણ એસીબીમાં આ અંગે ફરિયાદ થતા ટીમે છટકું ગોઠવી લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ કાબાભાઈ દેસાઈને 18 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.

 

પ્રતીકાત્મક તસ્વીર

 

થરા પોલીસ મથકે જુગાર કેસમાં ઝડપાયેલા આરોપીને પોલીસ સ્ટેશનમાં ખોટી હેરાનગતિ નહી થવા દેવા પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ કાબાભાઈ દેસાઈએ 18 હજારની લાંચ માંગી હતી.

 

પ્રતીકાત્મક તસ્વીર

 

જોકે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોઇ તેણે એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર 1064 ઉપર ફરીયાદ કરી હતી. દરમિયાન ગુરુવારે પાટણ એસીબીએ લાંચના છટકું ગોઠવી પોલીસ કર્મી અમરાભાઈ દેસાઈને થરામાં તેરવાડીયા વાસના નાકે બોલાવ્યો હતો.

 

પ્રતીકાત્મક તસ્વીર

 

જ્યાં ફરિયાદી પાસેથી પોલીસ કર્મીએ 18 હજાર લેતા જ તેને દબોચી લેવાયો હતો. જે બાદ તેના રહેણાંક મકાનમાં છાપો માંરવામાં આવ્યો હતો જેની વિગતો પ્રાપ્ત થઈ શકી નથી.

 

પ્રતીકાત્મક તસ્વીર

 

From – Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!