ડીસા બનાસ નદીથી માર્કેટયાર્ડ ત્રણ રસ્તા સુધી સર્વિસ રોડ ઉપર બમ્પ મૂકવા માંગ

- Advertisement -
Share

15 દિવસમાં થયેલ 3 અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો

 

ડીસા શહેરના મધ્યમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપરના સર્વિસ રોડ ઉપર બમ્પનો અભાવ જોવા મળી રહ્યો છે.
જેથી હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો સર્વિસ રોડ ઉપરથી પૂરઝડપે વાહનો હંકારતા અનેકવાર અકસ્માત સર્જાયા છે. જેથી આજુબાજુની સોસાયટીના રહીશો ભય અનુભવી રહ્યા છે.

 

નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયા (N.H.A.I.) દ્વારા ડીસા શહેરના છેડે આવેલ બનાસ નદીથી માર્કેટયાર્ડ ત્રણ રસ્તાથી થોડેક દૂર સુધી હાઇવેની બંને બાજુમાં સર્વિસ રોડ બનાવવામાં આવેલ છે.
પરંતુ એન.એચ.એ.આઇ. દ્વારા સર્વિસ રોડ ઉપર બમ્પ મૂકવામાં આવ્યા નથી. સર્વિસ રોડને અડીને જ રહેણાંક સોસાયટીઓ આવેલી છે. જેથી રહીશોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.

 

આ અંગે અગ્રણી વેપારી અને ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી હસમુખભાઇ વેદલીયાએ ડીસા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપરના સર્વિસ રોડ ઉપર બમ્પ બનાવવા સહીતના પ્રશ્ને જીલ્લા કલેકટરને રજૂઆત કરાઇ હતી.
આથી બનાસકાંઠાના અધિક ચીટનીશ ટુ કલેકટર સી.જે.પટેલે ડીસાના નેશનલ હાઇવેના સર્વિસ રોડના પ્રશ્નોના તાત્કાલીક ઉકેલ કરવા માટે અધિક કલેકટર, પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાની કચેરીઓ અને ગાંધીનગરમાં જાણ કરાઇ છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!