પાલનપુર શહેરના એરોમા સર્કલ પાસે કન્ટેનર પલ્ટી જતાં અકસ્માત, હાઇવે પર ચક્કાજામ

- Advertisement -
Share

પાલનપુર એરોમા સર્કલ પાસે આજે એક કન્ટેનર અચાનક પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. રોડ વચ્ચે જ અકસ્માત સર્જાતા પાલનપુર-અમદાવાદ-ડીસા હાઇવે પર ટ્રાફિક જામના દ્રષ્યો જોવા મળ્યા હતા. જ્યારે બે લોકોને ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

 

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની વણઝાર જોવા મળી રહીં છે. આજે સવારે શિહોરીમાં બે ટ્રકનો અકસ્માત સર્જાયા બાદ અમિરગઢ નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો.

 

 

આજે પાલનપુર એરોમાં સર્કલ પાસે પણ એક કન્ટેનર અચાનક પલટી ખાઈ જતા હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં પાલનપુરથી અમદાવાદ, પાલનપુરથી ડીસા અને પાલનપુરથી આબુરોડ જવાના માર્ગ ઉપર જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પોલીસે ભારે જહેમત બાદ રસ્તા પર પડેલા કન્ટેનરને સાઈડમાં ખસેડી ટ્રાફિક નિયંત્રણ લાવવાનો શરૂ કર્યું હતું અને બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!