ડીસામાં વિધર્મી યુવકે ઓળખ છુપાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

- Advertisement -
Share

#Banaskantha ડીસામાં લઘુમતી સમાજના છોકરાએ એક હિંદુ છોકરીને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર ડરાવી દુષ્કર્મ આચાર્યની ફરિયાદ નોધાતા શાળાએ અને કોલેજ જતી વિધાર્થિનીઓની સુરક્ષા પર સવાલ ઉઠવા પામ્યા છે.

ડીસાના ધારાસભ્ય નું પ્રેસ કોન્ફરન્સ સંબોધન 

ડીસા સહીત જીલ્લામાં વારંવાર લવ જીહાદ જેવી ઘટનાઓ વારંવાર પ્રકાસમાં આવી રહી છે જયારે શાળાઓ તેમજ કોલોજોમાં ભણવા જતી દીકરીઓની સુરક્ષાને લઈને ખુબજ ગંભીર પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે જયારે તાજેતરમાં જ ડીસા કોલોજમાં ભણતી એક હિંદુ છોકરી જે એન.સી.સી. કેડેરસ તરીકે પણ જોડાયેલ હતી અને તેમાં એન.સી.સી.માં ઈર્શાદ નામનો યુવક સીનીયર તરીકે હતો અને તેનો સાથી મિત્ર મુસરફ અહમદ નોસાદ અહમદ અન્સારી પણ તેના મિત્ર સાથે કોલોજ્માં વારંવાર આવતો જયારે આ અહમદ નોસાદે પોતાની ઓળખ અયાન અન્સારી હિદું હોવાની ઓળખ છતી કરી કોલોજમાં અવારનવાર અનેક પ્રસંગોમો આવતો જતો હોવાથી આ છોકરી સાથે મિત્રતા કેળવી સંપર્ક વધારી આ છોકરી જયારે પણ કોલોજ આવતી જતી ત્યારે તેનો પીછો કરતો ફરિયાદમાં જણાવ્યા મુજબ આ છોકરાએ આ છોકરીને એક દિવસ ફોસલાવીને ડીસાના એક મંદિરમાં લઇ જઈ લગ્ન કરવાનો ઘોંગ રચી તે છોકરીની સાથે ડરાવી-ધમકાવી અને બ્લેકમેલ કરી છોકરીની મરજી વિરુધ શારીરિક સબંધો બાંધ્યો હતા. અને ત્યાર બાદ આ આ છોકરો આત્મહત્યા કરવાની ધમકીઓ આપી વારંવાર આ છોકરીને તેની મરજી વિરુધ દુષ્કર્મ આચરતો હતો.

જયારે થોડા સમય અગાઉ આ મુસરફ અહમદ અન્સારી પત્ની જોયાએ આ છોકરીને ફોન કરી મુસરફ અહમદ અન્સારીની પત્ની હોવાનું જણાવતા આ છોકરીની ખબર પડી કે આ છોકરો પરણિત છે અને તેના લગ્ન થયેલ છે તેનો ભાંડો ફૂટી જતા છોકરીએ છોકરા સાથે સબંધ ન રખાવાનું કહેતા આ મુસરફ અહમદ અન્સારી કોલોજ્માં જઈને છોકરીને માર મારી માથાના ભાગે ઈજા પહોચાડેલ ત્યારે આ છોકરી પોતાના પરિવાર સાથે આવી આ મુસરફ અહમદ અન્સારી વિરુધ ધોરણસરની આઈ.પી.સી કલમ ૩૭૬,૪૯૬ અને આઈ.ટી.૬૭ મુજબની ફરિયાદ નોધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ હતી.જયારે આ મામલો બહાર આવતા હિદુ સમાજમાં રોશની લાગણી ફેલાઈ હતી તેમજ ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ ડીસા સર્કીટ હાઉસ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!