યુવાનો માટે ભારતીય સેનામાં જોડાવાની સુવર્ણ તક : ગોધરામાં તા. 5 થી 22 ઓગષ્ટ-2021 દરમિયાન લશ્કરી ભરતી મેળો યોજાશે

- Advertisement -
Share

ભરતી મેળામાં ભાગ લેવા તા. 6 જૂન-2021 થી તા.20 જુલાઇ-2021 દરમિયાન ઓનલાઇન અરજી કરી શકાશે : અરજી કરેલ ઉમેદવારોને જ પ્રવેશ મળશે

 

ભારતીય લશ્કરમાં જોડાઇને દેશ સેવાની સાથે ઉજ્જવળ કારર્કિદી બનાવવા ઇચ્છતા યુવાનો માટે ભારતીય સેનામાં જોડાવાની સુવર્ણ તક આવી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ફક્ત પુરૂષ ઉમેદવારો માટે આગામી તા. 05/08/2021 થી તા.22/08/2021 દરમિયાન કનેલાવ સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ગોધરા, જી. પંચમહાલ ખાતે લશ્કરી ભરતી મેળો યોજાશે. જેમાં સોલ્જર (જનરલ ડ્યૂટી), સોલ્જર ટેકનિકલ, સોલ્જર ટેકનિકલ (એવિએશન/એમ્યુનિશન/એક્ઝામિનર), સોલ્જર નર્સિગ આસીસ્ટન્ટ/નર્સિગ આસીસ્ટન્ટ વેટેનરી, સોલ્જર કલાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ અને સોલ્જર ટ્રેડસમેન જગ્યા માટે ભરતી કરવામાં આવશે.

 

લશ્કરી ભરતી મેળામાં ભાગ લેવા માટે ભારતીય સેનાની વેબસાઇટ www.joinindianarmy.nic.in પર તા.06/06/2021 થી 20/07/2021 ના સમયગાળા દરમિયાન ઓનલાઇન અરજી કરી શકાશે અને અરજી કરેલ ઉમેદવારોને જ ભરતી મેળામાં પ્રવેશ મળશે. વધુ માહિતી માટે ભારતીય સેનાની વેબ સાઇટ www.joinindianarmy.nic.in અથવા જીલ્લા રોજગાર કચેરી-પાલનપુરનો સંપર્ક કરવા બનાસકાંઠા જીલ્લા રોજગાર અધિકારી (જનરલ)-પાલનપુરને જણાવવામાં આવ્યું છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!