અમીરગઢના સુરેલા ગામમાં ભાજપ ઉમેદવારના કાર્યકરો દ્વારા ભાજપ તરફી મતદાન કરાવવા સાડી અને રૂપિયા વહેંચી આચારસંહીતાનો ભંગ કર્યો હતો
દાંતા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર લાતુભાઇ પારગી સામે વધુ એક ફરિયાદ થઇ છે. આ વખતે રાત્રિના અંધારામાં મહીલાઓને માથા પર સાડી ઓઢાડી નાણાં વિતરણ કરવાના મામલામાં અમીરગઢ
પોલીસ મથકે ગુનો નોંધાયો છે. અત્યાર સુધીમાં દાંતા વિધાનસભામાં કુલ 3 ફરિયાદ નોંધાવી ચૂકી છે. જેમાં 2 માં નામજોગ જ્યારે એકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે, મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ મતદારોને રીઝવવા માટે ઉમેદવારો દ્વારા નાણાંની કોથળી જાણે કે ખુલ્લી મૂકવામાં આવી હોય તેવો ઘાટ દાંતા વિધાનસભામાં ઘડાયો છે.
અહીં ભાજપના ઉમેદવારે અગાઉ બેફામ વાણી, વિલાસ અને ત્યારબાદ ભાજપના કાર્યકરો દ્વારા સાડી ઓઢાડવાના અને નાણાં આપવાના વિડીયો વાયરલ થઇ રહ્યા છે.
વધુ એક નવી ફરિયાદ જે દાખલ થઇ છે તેમાં જણાવ્યા મુજબ, અમીરગઢ તાલુકાના સુરેલા ગામમાં તા. 29 નવેમ્બરે રાત્રે 8:00 થી 9:00 વાગ્યા વચ્ચે ભાજપના દાંતા વિધાનસભાના લાતુભાઇ પારગી અને તેમના
કાર્યકરો દ્વારા મતદાન કરાવવા માટે મતદારોને સાડીઓ અને રૂપિયા વહેંચી ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહીતાનો ભંગ કરી ગુનો આચર્યો હતો.
જેને લઇ આઇ.પી.સી.ની કલમ-171-બી, 171-ઇ અને લોક પ્રતિનિધીત્વ અધિનિયમ હેઠળ-1950, 1951, 1989 ની 123-(1) (એ) (બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ભરત દીવાન ચલાવી રહ્યા છે.
From-Banaskantha update