ડીસા તાલુકામાં ટેન્કર અને જીલ્લા ટ્રાફીક પોલીસની ગાડી વચ્ચે અકસ્માત સર્જાતાં બંને ગાડીઓ બળીને ખાખ

- Advertisement -
Share

ડીસા તાલુકાના કુચાવાડા-વિરોણા ગામ નજીક ટેન્કર અને જીલ્લા ટ્રાફીક પોલીસની ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કર પલ્ટી મારતાં રોડ ઉપર ઉભેલી પોલીસની ગાડીને જોરદાર ટક્કર મારતાં બંને વાહનો આગમાં લપેટાતા બળીને ખાખ થઇ ગયા હતા. જો કે, ટેન્કરમાં કેમિકલ ભરેલું હોવાથી આગ લાગી હોવાની આશંકા સેવાઇ રહી છે. જયારે સદનસીબે કોઇ જ જાનહાની થઇ ન હતી.

 

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતોના બનાવોમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહો છે. ત્યારે ડીસા તાલુકાના કુચાવાડા-વિરોણા ગામ નજીક ટેન્કર અને જીલ્લા ટ્રાફીક પોલીસની ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મંગળવારે વહેલી સવારે પૂરપાટ ઝડપે કુચાવાડા-વિરોણા ગામ નજીક કેમિકલ ભરેલું ટેન્કર જઇ રહો હતો.

 

 

 

 

તે દરમિયાન ટેન્કરના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવીંગ કરતાં ટેન્કર પલ્ટી મારતાં રોડ ઉપર ઉભેલી પોલીસની ગાડીને ધડાકાભેર ટક્કર મારતાં રોડની સાઈડમાં ઉતરી ગઇ હતી અને ટેન્કરમાં કેમિકલ ભરેલું હોવાથી બંને ગાડીઓમાં આગ ભભૂકી ઉઠી હતી. જયારે આજુબાજુમાંથી લોકોના ટોળાએ આગ પર સતત પાણીનો મારો ચલાવી બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંને ગાડીઓ બળીને ખાખ થઇ ગઇ હતી.

 

 

 

જો કે, ટેન્કરમાં કેમિકલ ભરેલું હોવાથી આગ લાગી હોવાની આશંકા સેવાઇ રહી છે. જયારે ટેન્કર પલ્ટી મારતાં રોડ ઉપર ઉભેલી પોલીસની ગાડીને ટક્કર મારતાં બંને વાહનો આગમાં લપેટાતા બંને ગાડીઓને ભારે નુકશાન થયું છે. જયારે સદનસીબે કોઇ જ જાનહાની થઇ ન હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!